Gujarat

બોડેલીના અનેક વિસ્તારોમાં ઠેર ઠેર ગંદકી વહેલી તકે ગંદકી દૂર કરવામાં આવે તેવી રહીશો માંગ

બોડેલી નગર માં વરસાદના કારણે ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે બોડેલી નગરમાં ગંદકીના કારણે ભારે રોગચાળો ફેલાવાનો ભય રહીશોને સતાવી રહ્યો છે તંત્ર દ્વારા વહેલી તકે ગંદકી દૂર કરવામાં આવે તેવી રહીશો માંગ કરી રહ્યા છે
 બોડેલી તાલુકામાં તાજેતરમાં ભારે વરસાદ વરસ્યો હતો જેને લઈબોડેલી નગરના અનેક નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જ્યારે અલીપુરાના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે ભારે ગંદકી થતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે નગરના નવીનગરી, રામનગર, સહિત અનેક સોસાયટીમાં ભારે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેને લઈ મચ્છરનો પણ ઉપદ્રવ જોવા મળી રહ્યો છે ગંદકીના કારણે રોગચારો માથું ઊંચકે તેવો ભય લોકોને સતાવી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે ગંદકી દૂર કરવામાં આવે તેવી રહીશો માંગ કરી રહ્યા છે
બોડેલીના અનેક વિસ્તારોમાં ઠેર ઠેર ગંદકી વહેલી તકે ગંદકી દૂર કરવામાં આવે તેવી રહીશો માંગ
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220730-WA0020.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *