Gujarat

ભરૂચ હાઈવે પર અચાનક ચાલુ કારમાં આગ લાગતા દોડધામ

ભરૂચ
ગડખોલ પાટીયાથી અંદાળા જવાના માર્ગ ઉપર અચાનક એક કારમાં આગ ભભૂકી ઊઠી હતી. જાેકે, સમય સૂચકતા વાપરી કારમાં સવાર તમામ લોકો કારની બહાર નીકળી ગયા હતા. જેથી તમામનો જીવ બચી ગયો હતો. જાેકે, જાેતજાેતામાં કાર ભડકે બળી હતી. આ બનાવ અંગે અંકલેશ્વર નોટિફાઇડ એરીયાના ફાયર ફાઈટર્સને જાણ કરવામાં આવી હતી. જેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. મુખ્ય માર્ગ ઉપર આગ લાગતા વાહન ચાલકોમાં પણ અફરાતફરીનો માહોલ જાેવા મળ્યો હતો અને એક તબક્કે ક્ષણિક ટ્રાફિકજામ જાેવા મળ્યો હતો. જાેકે, સદનસીબે કોઈ જાનહાનિ ન રાહતનો શ્વાસ લીધો હતો.ભરૂચ-અંકલેશ્વર માર્ગ પર ગડખોલ પાટિયા નજીક એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેમાં કાર બળીને ખાખ થઇ ગઇ હતી. જાેકે, કારમાં સવાર તમામ લોકો સમય સૂચકતા વાપરીને ઉતરી જતા તેમનો આબાદ બચાવ થયો હતો.

Page-50.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *