બોટાદ
બોટાદના ધારાસભ્ય સૌરભભાઈ પટેલ દ્વારા બોટાદ શહેરના ભાવનગર રોડ સ્વામિનારાયણ મંદિર પાસે રૂપિયા ૫૦ લાખના ખર્ચે આરસીસી રોડનું ખાતમુહૂર્ત કર્યું હતુ. વરસાદના પાણીના કારણે વારંવાર રોડ તૂટી જઈ રહ્યો હતો. જેના કારણે આગામી દિવસોમાં આરસીસીનો રોડ બનશે અને લોકોની સમસ્યાનું નિરાકરણ આવશે. બોટાદ શહેરમાં આમ જાેઈએ તો અનેક રસ્તાઓ બિમાર હાલતમાં છે. પરંતુ બોટાદ શહેરના ભાવનગર સર્કલથી સોમનાથ મંદિર પાર્થ મેડિકલ સુધીનો રસ્તો ચોમાસા દરમિયાન વારંવાર તૂટી જાય છે. જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે આ રસ્તો બનાવવા માટે મંજૂરી મળતા બોટાદના ધારાસભ્ય સૌરભભાઈ પટેલના હસ્તે આજરોજ ?૫૦ લાખના ખર્ચે આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને આગામી દિવસોમાં વહેલી તકે આ રોડ બની જતા અહીંથી પાણી ભરાઈ જવાની સમસ્યા તેમજ વાહન ચાલકોને હાલાકીનો સામનો નહીં ભોગવો પડે.


