જુનાગઢના માંગરોળની મધ્યમા આવેલ દરબારગઢ મા રાજાશાહી વખત નુ અતિપૌરાણિક શ્રીભવાની માતાજી મંદિર ના પટાંગણ મા અનેક વર્ષોથી પ્રાચીન પરંપરાગત રીતે ગરબીનુ આયોજન કરાય છે ત્યારે આવર્ષે પણ માતાજીના પ્રાચીન ગરબા સાથે જયભવાની ગરબી મંડળ ના સભ્યો દ્વારા પ્રથમ દીપપ્રાગટય કરી દરરોજ ભગવતી સ્વરુપ નાની બાળાઓ ના હસ્તે માતાજી ની આરતી ઉતાર્યા પછી માતાજી ના ગરબા ની શરૂઆત કરવામાં આવે છે. ભવાની ગરબી મંડળ મા અનેક વર્ષો થી કોઈ પણ ફી વગર પ્રાચીન અર્વાચીન ગરબા ગાયકો ના મધુર સ્વર અને સંગીત ના તાલે ગાઈને તમામ નાની મોટી બાળાઓ બહેનોને ગરબા રમાડવા માં આવેછે તેમજ દરરોજ દાતાઓ ના સહયોગ થી નાસ્તો પણ આપવામા આવેછે અને દશેરા ના દિવસે તમામ બાળાઓ ને લાણીરુપે પ્રસાદી ભેટ પણ આપવામા આવતી હોયછે . નવરાત્રી દરમિયાન દરવર્ષે ભવાની ગરબી મંડળ ના પ્રમુખ દીગેશભાઇ છાયા ઉપપ્રમુખ જયેશભાઈ પરમાર નરસીભાઈ ખેર સહિત સમગ્ર ટીમ ના સેવાભાવી લોકો દ્વારા આ સુંદર આયોજન કરી માતાજી ના નવલાનોરતા ની ખુબજ શ્રદ્ધાભેર ઉજવણી કરવામા આવેછે માંગરોળના આ અતિપ્રાચીન ભવાની મંદિર મા લોકો ને પણ ખુબજ શ્રદ્ધા અને આસ્થા છે તેમજ નવરાત્રી દરમિયાન શ્રદ્ધાળુઓ માતાજી ના દર્શને ઉમટી પડતા હોય છે
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ


