માંગરોળ તાબેના શીલ ગામે શ્રીરામમંદિર મૌની આશ્રમ ખાતે જર્જરીત થયેલ સંત નિવાસના નવા બાંધકામ માટે આજરોજ મહાશિવરાત્રીના પાવન દિવસે સંજીવની નેચર ફાઉન્ડેશન (ગુજરાત પ્રદેશ) માંગરોળ સંસ્થા દ્વારા ૧૫૧,૦૦૦/- એક લાખ એકાવન હજારનો ચેક રવિન્દ્રદાસ બાપુને અર્પણ કરવામાં આવ્યો.
જેમા માંગરોલ તથા શિલ ના સંજીવની નેચર ફાઉન્ડેશન ના કાયઁ કરો પ્રમુખ નરેશ ભાઇ ગૌસ્વામી, અનિષભાઈ ગૌદાણા,નિલેશભાઈ રાજપરા,જીતેનભાઇ જોષી,સતીષભાઇ પંડિત પિયુષભાઇ કામડીયા તથા તાલુકા પંચાયત ના સદસ્ય શ્રી રામજીભાઈ ચુડાસમા અને અન્ય કાયઁકરો હાજર રહેલ અને આ દરમિયાન સંસ્થા ના એક સેવાભાવી સદસ્ય દ્વારા રુ.૫૦૦૦, નુ રોકડ અનુદાન આપવામા આવેલ આ તકે સંત શ્રી રવિન્દ્રદાસ બાપુ તેમજ સંત શ્રી દામોદરદાસ બાપુ નુ શાલ ઓઢાડી ને સન્માન કરવામા આવેલ શ્રી રામ મંદિર મૌની આશ્રમ ખાતે આજે શિવરાત્રિ દરમિયાન બાળકો ને બુંદી ગાઠીયા અને સુકી ભાજી નો પ્રસાદ વિતરણ કરવામા આવેલ અને ભાવિકોને શિવજીની પ્રિય ભાંગ નો પ્રસાદ આપેલ,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ


