Gujarat

માંગરોળ થી ૧૬ શિવભક્તો અમરનાથ યાત્રાએ રવાના થતા વિશ્વ હિન્દુ પરિષદ સહીતના હિન્દુ સંગઠનો ના આગેવાનો દ્વારા વિદાય માન આપ્યુ….

શિવ ભક્તો ની વિદાય વેળાએ જય બાબા અમરનાથ, હર હર મહાદેવના નારાથી વાતાવરણ શિવમય બની ગયુ હતુ,,
માંગરોળ થી ઘણા વર્ષો થી બાબા અમરનાથ યાત્રા કરવા શિવભક્તો જતા હોય છે કોરોના ના બે વર્ષ બાદ માંગરોળથી ૧૬ શિવભક્તો યાત્રીકો માંગરોળ નગર સ્વર રમેશભાઈ જોષી ની આગેવાની મા અમરનાથ યાત્રાએ રવાના થતા ટાવરચોક નજીક મેરામણભાઈ યાદવ ના પેટ્રોલ પંપ ખાતે વિદાય કાર્યક્રમ યોજાયો હતો જેમા વિશ્વ હિન્દુ પરિષદ, વેપારી અગ્રણીઓ, માંગરોળ ચોરવાડ ભાજપ શહેર પ્રમુખ હીંગળાજ પરીવાર સહીતના ધાર્મીક સેવાકીય હિન્દુ સંગઠનો ના આગેવાનો દ્વારા તમામ યાત્રીઓ ને પડો આપી ખેસ પહરાવી મીઠુ મોઢુ કરાવી શુભેચ્છાઓ પાઠવી ભાવભર્યુ  વિદાય માન આપ્યુ હતુ
માંગરોળ ના રમેશભાઈ ૨૨ મી વખત અમરનાથ યાત્રા એ ગયા છે અને આ વખત ૧૬ શિવભક્તો યાત્રિકો ને સાથે યાત્રાએ લઈ ગયા છે,,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

IMG-20220704-WA0179.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *