ગિરગઢડા
ભરત ગંગદેવ
મેંદરડા તાલુકાના આલીધ્રા મુકામે શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ ના નવ ગામો દ્વારા જૂનાગઢ જિલ્લાના ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ ના સરપંચ ઓ સભ્ય ઓ ભાઈઓ બહેનો જે ચૂંટાઈને આવ્યા તેઓના સન્માનનો કાર્યક્રમ મેંદરડા તાલુકાના નવ ગામ ના આગેવાન ઓ નવ યુવાનો ભાઈઓ બહેનો દ્વારા તેમજ મેંદરડાના અશોકભાઈ સોલંકી અને સમાજના લોકો દ્વારા ગોઠવવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં શ્રી આપાગીગા નો ઓટલો ચોટીલાના મહંત શ્રી નરેન્દ્ર બાપુ ગુરુ શ્રી જીવરાજબાપુ ( નરેન્દ્ર ભાઈ સોલંકી – પ્રમુખ ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ રાજકોટ સમસ્ત) તેમજ ધીરુભાઈ ગોહિલ અને અન્ય સમાજના ઉપસ્થિત આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ હતું. શ્રી નરેન્દ્ર બાપુ ને સમગ્ર સમાજ દ્વારા ફુલડે વધાવી સ્ટેજ પર સ્વાગત કરી લઈ જવામાં આવેલ હતા જ્યાં સર્વે લોકોનું તેમજ ચૂંટાયેલા સરપંચ ઓ અને સભ્યશ્રીઓ નું પૂજ્ય નરેન્દ્ર બાપુ દ્વારા અને અન્ય ઉપસ્થિત આગેવાન શ્રીઓ દ્વારા શાલ ઓઢાડી ફુલહાર પહેરાવી સન્માન કરવામાં આવેલ હતું.
આ તકે પ્રાસંગિક પ્રવચનમાં શ્રી નરેન્દ્ર બાપુ દ્વારા પોતાની આગવી શૈલીમાં સમાજના નવયુવાનો અને વડીલો ના સંગઠન બાબતે ભાર મુકવામાં આવેલ હતો. સમાજના સંગઠન થી વધારે કોઈ પણ પોલિટિકલ પાર્ટી પણ નથી તેવું સ્પષ્ટ પણે જણાવેલ હતું. થોડા સમય પહેલા પૂજ્ય કાનજી બાપુ ની તિથિ માં સાવરકુંડલા મુકામે પણ નરેન્દ્ર બાપુ એ સામાજિક વ્યવસ્થાઓ બાબતે અને યુવાનો તેમજ વડીલોના સંગઠન બાબતે રાજકીય અને સામાજિક ક્ષેત્રે સૌ લોકો સાથે મળી સંગઠિત બને તેવો આગ્રહ રાખેલ છે.


