પી.એસ.આઈ-એસ.ડી.રાણાની અધ્યક્ષતામાં મિટીંગ મળી,હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા…
હાલ મુસ્લિમ સમાજ નો રમજાન માસ ચાલી રહ્યો છે તેમજ આગામી દિવસોમાં ઈદ નો તહેવાર આવી રહ્યો છે ત્યારે બોટાદ જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા(IPS)ની સુચના મુજબ તથા ડી.વાય.એસ.પી.-એસ.કે.ત્રિવેદી ના માર્ગદર્શન હેઠળ રાણપુર પોલીસ સ્ટેશન ખાતે પી.એસ.આઈ-એસ.ડી.રાણા ની અધ્યક્ષતા માં શાંતિ સમીતીની મિટીંગ યોજાઈ.આગામી દિવસોમાં આવી રહેલ ઈદ ના તહેવાર દરમ્યાન દરેક સમાજ હળીમળી ને રહે અન શાંતિ પુર્ણ માહોલ માં ઈદ ના તહેવાર ની ઉજવણી કરવામાં આવે જેને લઈને રાણપુર પોલીસ સ્ટેશન ખાતે પી.એસ.આઈ-એસ.ડી.રાણા ની આગેવાનીમાં મુસ્લિમ સમાજના પ્રમુખ,મોલેસલામ ગરાસીયા સમાજના પ્રમુખ,દેસાઈ વ્હોરા સમાજના પ્રમુખ,ફકીર સમાજના પ્રમુખ તેમજ હિન્દુ સમાજના આગેવાનો તથા વેપારી મંડળના આગેવાનો સહીત હિન્દુ-મુસ્લિમ સહીત દરેક સમાજના આગેવાનો અને વડીલોની હાજરીમાં શાંતિ સમીતી ની મિટીંગ યોજાઈ હતી….
તસવીર-વિપુલ લુહાર,રાણપુર


