મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ચારુતર વિદ્યામંડળ સંચાલિત રમા મનુભાઈ દેસાઇ મ્યુઝિક એન્ડ ડાન્સ ના ગાયન વિભાગના વિદ્યાર્થીએ હાર્દિક હિંગુ ગુજરાત રાજ્ય યુવા અને સાંસ્કૃતિક વિભાગો દ્વારા યોજાતા યુવા ઉત્સવ ૨૦૨૧-૨૨ ની સમગ્ર રાજ્ય કક્ષા ની શાસ્ત્રીય કંઠ્ય સંગીત(બ) વિભાગમાં સમગ્ર ગુજરાત રાજય માં બીજા ક્રમે વિજેતા થયા છે. આમ તેઓએ ચારુતર વિદ્યામંડળ, મ્યુઝિક કોલેજ, આણંદ જીલ્લો તેમજ મધ્ય ગુજરાતનું નામ ગુજરાત કક્ષાએ ગૌરવ વધાર્યું છે. આ તબક્કે કોલેજના આચાર્ય ડૉ.ધીરુભાઈ દેસાઇ, ગાયન વિભાગના આધ્યાપક શ્રી તસવ્વુર મલેક તેમજ કોલેજ પરિવારે હાર્દિક હિંગુને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી છે.
Attachments area


