ગત રોજ રાજકોટ જિલ્લા ના વેરાવળ-શાપર પારડી ના હાઇવે ના સર્વિસ રોડ હાલ બિસ્માર હાલત માં હોય જેથી તેના પ્રશ્નો ના નિકાલ કરવા માટે માનનીય સાંસદ શ્રી મોહનભાઇ કુંડારીયા સાહેબે જાતેજ રૂબરૂ સ્થાનિકો સાથે મુલાકાત કરી હતી. તેમજ આગામી સમય માં રીપેરીંગ ને લઈને હાઇવે ઓથોરિટી ના અધિકારીઓ ને જરૂરી સૂચના આપેલ હતી. તેમજ આ તકે રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા તેમજ વેરાવળ ના સરપંચ શ્રી રવિરાજસિંહ જાડેજા તેમજ શાપર ના સરપંચ શ્રી જયેશભાઇ કાકડિયા અને તાલુકા પંચાયત સદસ્ય અશ્વિનભાઇ ગઢીયા તેમજ આગેવાનો સહીત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.

