રાજકોટ
રાજકોટ બસપોર્ટમાં બસમાં બેસવા ગયા ત્યારે ભીડનો લાભ લઇ મીનાબાના હાથમાં રહેલું એક પર્સ જેમાં સોનાનું મંગળસૂત્ર,પાંચ અલગ અલગ વીંટી અને કાનમાં પહેરવાની સર સહિત રૂ.૨.૨૬ લાખની મતાની ચોરાઈ હોવાનું જાણવા મળતા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. હું ઘરકામ કરૂ છુ અને મારા પતિ સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમા હેડકોન્સટેબલ તરીકે ફરજ બજાવે છે.ગઇ તા.૨૧/૦૨ના રોજ સવારના આશરે દસેક વાગ્યાના અરસામા મારે ધ્રોલ કામ સબબ જવુ હોય જેથી હુ એસ.ટી.બસ મા બેસી સુરેન્દ્રનગર થી રાજકોટ આવેલ અને રાજકોટ થી બસ બદલાવીને મારે ધ્રોલ ખાતે જવાનુ હોય જેથી હું રાજકોટ એસ.ટી.બસ સ્ટેશન ખાતે બપોરે બે વાગ્યાના સમયે પહોંચેલ અને બાદમા મારે ધ્રોલ જવા માટેની બસ અઢી વાગ્યાની હોય જેથી હુ બસની રાહ જાેઇને બેસેલ હોય અને મારી સાથે એક ગ્રે કલરનુ પૈસા અને દાગીના ભરેલું પર્સ અને એક કપડાનો થેલો હોય જે હુ બસમાં ચડવા જતા હતા ત્યારે ગડદીનો લાભ લઇ કોઇ ચોરે મારૂ પર્સ મારા હાથમાથી લઇને જતો રહ્યો હતો. મે રાડારાડી કરતા માણસો ભેગા થઇ ગયેલ હોય જેથી તેમાંથી કોઇ અજાણ્યા ભાઇના મોબાઇલ માથી મે મારા સગાભાઇ બ્રિજરાજસિંહ અજીતસિંહ જાડેજા કે જેઓ રાજકોટ ખાતે રહેતા હોય તેમને બનાવ બાબતે જાણ કરેલ અને બાદમા મારા ભાઇ બ્રિજરાજસિંહ અજીતસિંહ જાડેજા આવી જતા અમો બન્ને એ ત્યા એસ.ટી.બસ સ્ટેશનના સીસીટીવી ચેક કરાવેલ હતા. તેમા કોઇ જાેવા મળેલ નહી. જેથી અમોએ અમારી રીતે આજુબાજુમા તપાસ કરેલ અને બાદમા મે મારા ભાઇ બ્રિજરાજસિંહ અજીતસિંહ જાડેજાના જણાવેલ કે મારા ગ્રે કલરના પર્સ મા એક સોનાનુ મંગળસુત્ર આશરે અઢી તોલા જેની કિંમત રૂપીયા ૧,૦૦,૦૦૦,પાંચ અલગ અલગ સોનાની વીટીં જે આશરે દોઢ તોલા જેટલી જેની કિંમત રૂપીયા ૬૦,૦૦૦,તેમજ કાનમા પહેરવાની સર અને બુટ્ટી જે આશરે એક તોલા જેટલી જેની કિંમત રૂપીયા ૪૦,૦૦૦ ગણા ય તેમજ એક મોબાઇલ જેની કિંમત રૂપીયા ૨૦,૦૦૦ અને રોકડા રૂપીયા ૬,૦૦૦ સાથેનુ પર્સ કોઇ ચોર ચોરી ગયાનું જાણવા મળ્યું હતું.આ અંગે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવતા પીઆઇ વી.જે.ફનાર્ન્ડિઝની રાહબરીમાં એએસઆઈ આર.આર.સોલંકી સહિતના સ્ટાફે કાર્યવાહી કરી હતી.


