Gujarat

વડેલી ગામે પરિણીતાના ઘરમાં ઘૂસી દુષ્કર્મ આચર્યુંની ફરિયાદ

આણંદ
વડેલી ગામે ટેકરીયાપુરા સીમ વિસ્તારમાં રહેતો રહેતો હવસખોર ૨૦મી માર્ચના રોજ ગામની એક પરિણીતાના ઘરમાં ઘુસી ગયો હતો અને બળજબરી કરી દૂષ્કર્મ આચર્યું હતું. બાદમાં આ ઘટના અંગે કોઇને કહીશ તો તારા બન્ને બાળકો અને તારા પતિને જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી ભાગી ગયો હતો. આ અંગે પરિણીતાએ ભાદરણ પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એમ. પટેલે સંભાળી છે.બોરસદ તાલુકાના વડેલી ગામે રહેતી પરિણીતા તેના ઘરમાં સુતી હતી તે સમયે ગામનો હવસખોર શખ્સ ઘરમાં ઘુસી ગયો હતો અને તેનું મોંઢુ દબાવી દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે કોઇને કહેશે તો તેના પુત્ર અને પતિની હત્યા કરી દેવાની ધમકી પણ આપી હતી. આ અંગે ભાદરણ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

The-person-who-broke-into-Parineetas-house-committed-a-crime.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *