Gujarat

લખતરમાં રેશનીંગના અનાજની કાળા બજારી કરતો ઈસ્મ જેલ હવાલે થયો

સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં કોઇ પણ જગ્યાએ જાહેર વિતરણ વ્યવસ્થાના અનાજનો જથ્થો હેરફેર થતો હોય કે સંગ્રહની ગેરકાયદેસરની પ્રવૃતિ શોધી કાઢવા તેમજ આવા આરોપી વિરૂદ્ધ કાળા બજારી અટકાવવા અને આવશ્યક ચીજવસ્તુઓનો પૂરવઠો જાળવી રાખવા બાબતે અધિનિયમ-૧૯૮૦ હેઠળ અટકાયતમાં લેવા થયેલા હુકમની બજવણી કરવા સુચના આપવામાં આવી હતી. જે બાબતે લખતર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તા. ૧૧, નવેમ્બર, ૨૦૨૧ના રોજ અન્નપૂર્ણા હોટલની પાછળ લખતર ખાતેથી મહાવીરસિંહ અજીતસિંહ રાણા ( રહે. ડેરવાળા તા. લખતર ) વાળાના પ્રાઈવેટ ગોડાઉનમાંથી સરકારી જાહેર વિતરણ વ્યવસ્થાનું ઘઉં, ચોખા તથા ખાંડ કુલ કટ્ટા નંગ ૧૮૧૭ કિંમત રૂા. ૨૪ લાખ ૭૦ હજાર ૭૦૦નો મુદ્દામાલ મળી આવતાં લખતર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં આરોપી મહાવીરસિંહ અજીતસિંહ રાણાની ધરપકડ કરી તેને સુરેન્દ્રનગર સબ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. જે આરોપીને જિલ્લા મેજીસ્ટ્રેટ સુરેન્દ્રનગરે પીબીએમ ધારા હેઠળ અટકાયત કરવા વોરન્ટ ઈશ્યુ કરી ધોરણસર બજવણી કરવા અને જેલ હવાલે કરવા હુકમ કરવામાં આવ્યો હતો. જે હુકમની બજવણી માટે પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગરનાં માર્ગદર્શન અન્વયે સુરેન્દ્રનગર એસઓજી પોલીસ ઈન્સ્પેક્ટર વી.વી. ત્રિવેદીએ આરોપી મહાવીરસિંહ અજીતસિંહ રાણાને ગત ૨૬ એપ્રિલ અને અટકાયતમાં લઈ પીબીએમ વોરંટની ધોરણસર બજવણી કરી મધ્યસ્થ જેલ લાજપોર સુરત ખાતે જેલ હવાલે કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના ડેરવાળાના શખ્સને રેશનીંગના અનાજની કાળા બજારી કરવાના મામલે પીબીએમ હેઠળ જેલમાં ધકેલવામાં આવ્યો હતો.

Black-market-of-grain.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *