Gujarat

લોકાર્પણના દસ દિવસ બાદ છોટાઉદેપુર જિલ્લા માટે ફાળવાયેલી ચાર એમ્બ્યુલન્સ જિલ્લા પંચાયત પરી રહી છે

છોટાઉદેપુર જિલ્લા માટે રૂ.૯૨ લાખના ખર્ચે ચાર એમ્બ્યુલન્સ વાન ફાળવવામાં આવી હતી. જેનું લોકાર્પણ રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રીના હસ્તે બોડેલી ખાતે કરાયું હતું. પરંતુ આજે દસ દિવસ બાદ પણ ચારેય એમ્બ્યુલન્સ જિલ્લા પંચાયત કંપાઉન્ડમાં ધૂળ ખાઈ રહી છે.
વહેલી તકે ડ્રાઇવરની ભરતી કરે પ્રજાની સેવા માટે તાલુકામાં ફાળવણી કરવાની માંગ કરાઈ
આદિવાસી વિસ્તારમાં ગરીબ આદિવાસી લોકોને આઇ.સી.યુ ની સુવિધા વાળી ચાર એમ્બ્યુલન્સ ફાળવી હતી. જિલ્લા વિકાસ અધિકારીને એમ્બ્યુલન્સ ચાવી સોંપવામાં આવી હતી બોડેલી ખાતે લોકાર્પણ બાદ તમામ છોટાઉદેપુર જિલ્લા પંચાયત ભવન ખાતે લઈ જવામાં આવી હતી આજે 10 દિવસ વીતી ગયા હોવા છતાં આ  4 એમ્બ્યુલન્સ જિલ્લા પંચાયત કંપાઉન્ડમાં ધૂળ ખાઈ રહી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220924-WA0023.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *