અધિકારીઓ,પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા..
જૂનાગઢ જિલ્લામાં વંદે ગુજરાત વિકાસયાત્રા અંતર્ગત ગ્રામજનોને સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી તેઓને લાભોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.ત્યારે આજરોજ વંથલી ખાતે વંદે ગુજરાત વિકાસ રથયાત્રાનું બાળાઓએ સ્વાગત કર્યું હતું.નગરપાલિકા આયોજિત વિકાસ રથયાત્રા અંતર્ગત ગામમાં યોજાયેલા કાર્યક્રમમાં ગ્રામજનોને પદાધિકારીઓએ વિકાસલક્ષી સંવાદ કર્યો હતો.ગામમા એકપણ લાભાર્થી લાભોથી વંચિત ન રહી જાય તે માટે આવાસ,પાણી,અનાજ વિતરણ,કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની વ્યક્તિગત સહાય અંગેની યોજનાઓ,ખેડૂતલક્ષી યોજનાઓ તેમજ આંગણવાડી અને આરોગ્યલક્ષી યોજનાઓની માહિતી અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી.આ તકે વંથલી મામલતદાર પી.એસ.ભુરીયા સહિત મામલતદાર સ્ટાફ,તાલુકા હેલ્થ ઓફિસર કે.કે.બગડા સહિત આરોગ્ય કર્મીઓ આર.એફ.ઓ,વંથલી નગરપાલિકા હાઈસ્કૂલના શિક્ષકો,માણાવદર મત વિસ્તારના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા,નગરપાલિકા સદસ્ય પ્રશાંત વાજા, વંથલી શહેર ભાજપ પ્રમુખ દિવ્યેશ જેઠવા,વંથલી શહેર અગ્રણી જીતુભાઈ રોજીવાડિયા,હુસેનભાઇ સોઢા સહિત નગરપાલિકા વંથલીના કર્મચારીઓ સહિતના અધિકારીઓ,પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
અહેવાલ: હાર્દિક વાણીયા વંથલી

