વડોદરા
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની બીબીએ કોલેજ ગ્રાઉન્ડ ખાતે ફૂટબોલ મેચ યોજાઇ હતી. જેમાં બંને ટીમ વચ્ચે મારામારી થઇ હતી. એમ.એસ. યુનિવર્સિટીમાં ફોર્ટિટ્યૂડ સિઝન ૮ ફૂટબોલ ટુર્નામેન્ટની રવિવારે સેમીફાઇનલ હતી. એક ટીમ દ્વારા બે ગોલ કરી દીધાં હતા. તે સામે હરીફ ટીમે પણ એક ગોલ કરી દીધો હતો અને બીજાે ગોલ કરવા તરફ ટીમનો ખેલાડી ગોલ કિપર તરફ આગળ ધપી રહ્યો હતો. તે સમયે બે ગોલ કરી જીતની આશા રાખનાર ટીમના ખેલાડીએ ગોલકિપર તરફ આગળ ધપી રહેલા ખેલાડીને ધક્કો મારી પાડી નાખતાં મામલો બિચક્યો હતો. અને જાેતજાેતામાં ફૂટબોલ મેદાન સમરાગણમા ફેરવાઇ ગયું હતું.વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટીની બી.બી.એ કોલેજ ગ્રાઉન્ડ ખાતે ફૂટબોલ મેચ દરમિયાન થયેલી મારામારીના બનાવમાં ફતેગંજ પોલીસે ૯ આરોપીઓને ઝડપી લીધા છે.
