વડોદરા
મૂળ રાજસ્થાનના નાગોરી ખાતે રહેતા અને હાલ વડોદરા શહેરના વાડી વિસ્તારના મહાદેવ તળાવ પાસે આવેલ શાસ્ત્રી બાગ પાસેની ખોડીયારનગર સોસાયટીમાં ભાડુઆત તરીકે સુનિલભાઈ સુથાર રહે છે અને શહેરના અલકાપુરી વિસ્તારમાં ખાનગી કંપનીની ઓફિસમાં નોકરી કરે છે. સુનિલભાઈ સુથાર રાજસ્થાન એક્ઝામ આપવા માટે ગયો હતો. તે વખતે પ્રિયંકા નામની ૨૧ વર્ષીય યુવતી સાથે પરિચય સાથે મિત્રતા થઈ હતી. સુનીલ અને પ્રિયંકા એકબીજા સાથે મોબાઈલ ઉપર વાતચીત થતા બંને વચ્ચે ગાઢ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. પ્રિયંકા તેના ઘરેથી જયપુર જઉં છું તેમ જણાવી તે વડોદરા ખાતે રહેતા મિત્ર સુનિલ સુથાર સાથે રહેવા આવી ગઈ હતી. તે છેલ્લા પાંચ દિવસ અગાઉ જ મિત્ર સુનિલ સાથે રહેવા આવી હતી. બીજી તરફ પ્રિયંકા જયપુર ન પહોંચતા તેના પરિવાર દ્વારા તપાસ કરવામાં આવી હતી.પાંચ દિવસ અગાઉ જ વડોદરા શહેરમાં રહેતા મિત્ર સાથે રહેવા માટે આવેલી ૨૧ વર્ષીય યુવતીનું રહસ્યમય મોત થતા ચકચાર મચી ગઇ હતી. જાેકે, પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતીને છાતીમાં દુખાવો થતા તેનું મોત નીપજ્યું હોવાનું બહાર આવ્યું છે. આ બનાવ અંગે પાણીગેટ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
