Gujarat

વડોદરા જિલ્લા દૂર સંચાર સલાહકાર સમિતિના અધ્યક્ષ બનતા ગીતાબેન રાઠવા

ભારત સરકારના મંત્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા વડોદરા જિલ્લા દુરસંચાર સલાહકાર સમિતિના અધ્યક્ષ તરીકે છોટાઉદેપુર લોકસભા સાંસદ ગીતાબેન રાઠવાની નિમણુંક કરાતા કાર્યકરોએ ફોન, વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી. સાંસદ ગીતાબેન દ્વારા પ્રજાજનોને પડતી હાલાકીના અનેક પ્રશ્નો સબંધિત મંત્રીઓ, અધિકારીઓ સમક્ષ કરી તેને હલ કરે છે. સાંસદ ગીતાબેનને રાજકીયક્ષેત્ર સાથે વહીવટીક્ષેત્રે પણ હોળો અનુભવ હોવાથી પ્રજાજનો અને વિસ્તારના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે.કોરોના મહામારી દરમિયાન આદિવાસી વિસ્તારોમાં બાળકોને ઓનલાઇન શિક્ષણ મેળવવાનું હતું ત્યારે મોબાઈલ કંપનીઓના નેટવર્કના ધાંધિયાને લઈને ટેલિકોમ મિનિસ્ટર દેવુસિંહ
ચૌહાણને રજૂઆત કરી હતી.આમ સાંસદ ગીતાબેન ઘ્વારા ભારત સરકારમાં વિસ્તારના વિકાસ માટે અનેક રજૂઆતો કરવામાં આવી છે જેના પરિણામસ્વરૂપ વિસ્તારમાં વિકાસ થઇ રહ્યો છે. વડોદરા જિલ્લા દુરસંચાર સલાહકાર સમિતિના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળી પ્રજાજનોને પડતી  મુશ્કેલીઓ  દૂર કરવાનો પ્રયત્ન કરશે તેવો મુશ્કેલીઓને વિશ્વાસ સાંસદે વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

FB_IMG_1649432625047.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *