વિસનગર
શ્રાવણ માસ આવતાની સાથે જ ભક્તો શિવમય બની જાય છે અને ઠેર-ઠેર મંદિરોમાં, ઘરોમાં, સોસાયટીમાં લોકો શિવજીની પૂજા અર્ચના, શિવલિંગ પર જળાભિષેક, બિલિ પત્ર ચડાવવામાં આવે છે ત્યારે વિસનગરમાં શિર્ડીનગર સોસાયટીમાં આવેલ સાઈબાબાના મંદિરે ભગવાન ભોળાનાથના શિવલિંગ પર શ્રાવણ માસમાં સવા લાખ બીલીપત્ર ચડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા અર્ચના કરીને મનોકામના પૂર્ણ કરવા માટે ભોળાનાથને રીઝવવા આવે છે. ત્યારે વિસનગર શહેરની શાંતિ અને સુખાકારી માટે લઘુ રુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ મંત્રોચ્ચાર સાથે લઘુ રુદ્ર યજ્ઞનું આયોજન કરીને પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. જેમાં શિર્ડીનગર સોસાયટીના રહીશો દ્વારા આ લઘુરુદ્રનું આયોજન શાંતિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. જેની મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યાં હતા. અમે શ્રાવણ માસ નિમિત્તે સમગ્ર શ્રાવણ માસમાં સવા લાખ બીલીપત્ર, દરરોજ રાત્રે ઓમ નમઃ શિવાયની ધૂન બોલાવીને શિવપુરાણનું વાંચન કરવામાં આવતું હતુ. જન્માષ્ટમી, સોમવારના દિવસે એક સો એક, એક સો એકાવન દીવડાની આરતી પ્રગટાવીને ભગવાન ભોળાનાથને અર્પણ કરવામાં આવતી હતી. જન્માષ્ટમીનો પણ ઉત્સવ ઉજવીએ છીએ. આ બીલીપત્રના કાર્યક્રમના નિમિત્તે ભાદરવા સુદ એકમના રોજ સમગ્ર વિસનગર શહેર અને વિસનગર તાલુકો અને સોસાયટીના કલ્યાણ માટે અમે આજે લઘુરુદ્ર ભગવાન ભોળાનાથનો અતિપ્રિય સવા લાખ બીલીનો દશાંક હવન આજે આયોજન કરેલું છે. ૭૦૦ થી ૮૦૦ લોકો માટે મહા પ્રસાદનું પણ આયોજન કરેલું છે.


