Gujarat

વિસનગર તરભ વાળીનાથ ધામમાં મંદિરના જીણોદ્વાર માટે ૫.૩૨ કરોડ ગ્રાન્ટની ફાળવણી

વિસનગર
વિસનગર તાલુકાના તરભ વાળીનાથ ધામ રાજ્ય સરકાર દ્વારા ઐતિહાસિક ર્નિણય લઈ સમસ્ત રબારી માલધારી સમાજની ગુરુ ગાદી વાળીનાથ અખાડા ધામમાં મંદિરના જીણોદ્વાર માટે રૂ. ૫.૩૨ કરોડ ગ્રાન્ટની ફાળવણી કરતા રબારી માલધારી સમાજના ખુશીની લાગણી પ્રસરી હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિસનગર તાલુકાના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલના અથાગ પ્રયત્નોથી ગ્રાન્ટની ફાળવણી કરતા માલધારી સમાજ અને વાળીનાથ ધામ તરફથી મંત્રી ઋષિકેશભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ભગવાન વાળીનાથ ધામ ખાતે મંદિરના વિકાસ માટે ગુજરાત સરકારે ગ્રાન્ટની ફાળવણી કરતા અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. જેમાં ભાવિક ભક્તો પણ સુવિધાઓનો લાભ લઇ શકશે. વાળીનાથ ધામમાં મહંત શ્રી જયરામગિરિ બાપુ અને સમસ્ત માલધારી સમાજના આગેવાનો દ્વારા મંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું. માલધારી સમાજની ગુરુ ગાદી ગણાતી વાળીનાથ ધામમાં સરકારે રૂ.૫ કરોડ ૩૨ લાખ ૧૬ હજારની સૈંધાંતિક મંજૂરી આપતા રબારી સમાજ દ્વારા સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને મંત્રી ઋષિકેશભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં મંત્રી ઋષિકેશ પટેલે ભગવાન વાળીનાથ મહાદેવના દર્શન કરી આર્શીવાદ પણ લીધા હતા.

File-02-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *