Gujarat

વેરાવળ માર્કેટીંગ યાર્ડ ખાતે ખેડુતો માટે ભોજનાલયનો પ્રારંભ

વેરાવળ
સામાન્ય રીતે ખેડૂતો પોતાનો પાક લઈ અને દૂર-દૂરના ગ્રામ્યા વિસ્તાતરોમાંથી વહેલી સવારથી લઇ રાત્રી સુધી માર્કેટિંગ યાર્ડના ધક્કા ખાતા હોય છે. જેમાં ઘણી વખત વહેલી સવારે નીકળેલા ખેડૂતો યાર્ડમાં પોતાનો વેપાર કરીને મોડી રાત્રે ઘરે પહોંચતા હોય છે. જે સિ્ી તિને ધ્યાને લઇ ખેડૂતોને યાર્ડમાં જ નજીવા દરે શુદ્ધ અને સાત્વિક ભરપેટ ભોજન માત્ર રૂ. ૯૦માં આપવાની સુવિધાનો પ્રારંભ વેરાવળ (કાજલી) માર્કેટિંગ યાર્ડે કર્યો છે. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર રાજદેવ સિંહ ગોહિલ અને યાર્ડના ચેરમેન ગોવિંદભાઈ પરમારે સોમનાથ બાયપાસ નજીક આવેલ માર્કેટિંગ યાર્ડ ખાતે આ સહકાર ભોજનાલયનો રીબીન કાપી પ્રારંભ કરાવ્યોજ છે. આ તકે તાલુકાભરમાંથી અગ્રણીઓ, ખેડૂતો, વેપારીઓ મોટીસંખ્યાખમાં હાજર રહ્યા હતા. સૌરાષ્ટ્રમાં કદાચ પ્રથમ કોઈ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોની પરિસ્થિતિની ચિંતા કરીને તેમના માટે નહિ નફો નહિ નુકસાનના ધોરણે ભોજનાલય નિર્માણ કર્યુ હશે તેવી લાગણી વ્ય ક્ત થઇ રહી છે. આ સુવિધા અંગે યાર્ડના ચેરમેન ગોવિંદભાઇ પરમારે જણાવ્યું હતું કે, વેરાવળ યાર્ડમાં ખાલી એક નહીં આસપસના ઘણા તાલુકાના ગ્રામ્યિ વિસ્તાારોમાંથી ખેડૂતો પાકોનું વેચાણ કરવા આવે છે. અહીં માત્ર ભજીયા-ગાંઠીયા જેવા નાસ્તોપ જ મળતો હતો. જેથી ખેડૂતો હેરાન થતા હોવાતી તેને દ્યાને લઇ સહકાર ભોજનાલયની શરૂઆત કરવાનું નક્કી કર્યુ હતું. ભોજનાલયમાં સારી બેઠક વ્યવસ્થાની સાથે ગુણવત્તાયુક્ત ભોજન માત્ર રૂ. ૯૦ માં અનિલિમિટેડ મળે તેવું આયોજન કરાયું છે. ભોજનમાં ત્રણ પ્રકારના શાક, રોટલી, દાળ-ભાત, સંભારો અને દર ગુરૂવારે ખેડૂતોને મીઠાઈ પણ પીરસવામાં આવશે. અહીં માત્ર ખેડૂતો જ નહીં પરંતુ શ્રમિકો, વેપારીઓ અને સોમનાથ આવતા યાત્રાળુઓ પણ સહકાર ભોજનાલયમાં રાહતદરનું ભોજન લઇ શકશે. આ ભોજનાલય બપોરે ૧૧ થી ૩ અને સાંજે ૭ થી ૧૦ વાગ્યા સુઘી કાર્યરત રહેશે. આ ભોજનલાયનો પ્રારંભ કરાવતી વેળાએ જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં ફક્ત રૂ. ૯૦ ભરપેટ ગુજરાતી ભાણુ પીરસવું એ સેવાના કાર્ય સમાન છે. યાર્ડ દ્વારા ખેડૂતોથી લઇ શ્રમિક સહિત તમામની સુવિધા માટે ભોજનાલય શરૂ કરવાની પહેલ આવકારદાયક છે, જેને અન્યા લોકોએ પણ અનુસરવું જાેઇએ. આ કાર્યક્રમમાં જિલ્લાા ભાજપ પ્રમુખ માનસિંહ પરમાર, જિલ્લા પંચાયતના પ્રમુખ રામીબેન વાજા, ડીડીઓ રવિન્દ્રમ ખતાલે, તાલુકા પંચાયતના પ્રમુખ સરમણભાઇ સોલંકી, શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઇ પટાટ, તાલુકા પ્રમુખ હરદાસભાઇ સોલંકી, યાર્ડના સેક્રેટરી કનકસિંહ સહિત મોટી સંખ્યારમાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા.પોતાના પાકોનું વેચાણ કરવા અર્થે દૂર-દૂરના ગ્રામ્યા વિસ્તાજરોમાંથી આવતા ખેડૂતોની ચિંતા કરીને વેરાવળ માર્કેટીંગ યાર્ડ દ્વારા યાર્ડમાં જ સહકાર ભોજનાલયનો જિલ્લા કલેક્ટર અને યાર્ડના ચેરમેનના હસ્તે પ્રારંભ કરાયો છે. જેમાં નેવું રૂપિયાના દરે ત્રણ પ્રકારના શાક સહિતના વ્યંજનો પીરસવામાં આવશે. આ ભોજનાલયનો બપોર અને સાંજ બંને ટાઇમ યાર્ડમાં આવતા ખેડૂતો, શ્રમિકો અને વેપારીઓ ઉપરાંત નજીકમાં આવેલ યાત્રાધામ સોમનાથ આવતા યાત્રિકો લાભ લઇ શકશે. ખેડૂતો માટે આવી સુવિધા કદાચ સૌરાષ્ટ્રામાં પ્રથમ વેરાવળ યાર્ડમાં થઇ હશે તેવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *