Gujarat

સરખેજની શાળાએ ફી વધારી વિદ્યાર્થીઓના રિઝલ્ટ અને એલસી અટકાવતા હોબાળો

અમદાવાદ
સરખેજ સાર્વજનિક શાળા હેઠળની કેળવણી પ્રાથમિક શાળામાં ભણતા વાલીઓને ગત મહિને સ્કૂલ દ્વારા હાથથી લખેલ લખાણ દ્વારા ૭૦૦ રૂપિયા ફીમાં વધ્યા હોવાનું જણાવ્યું હતું. જેના પગલે વાલીઓએ વર્ષમાં અંતમાં ફી વધતા વધારાની ફી આપી નહોતી. જ્યારે વાલી સ્કૂલમાં રીઝલ્ટ લેવા ગયા ત્યારે સ્કૂલે રીઝલ્ટ અને એલ.સી બંને ફી ભર્યા બાદ જ આપવા જણાવ્યું હતું. જેને પગલે વાલીઓએ સ્કૂલમાં હોબાળો કર્યો હતો. જેની સામે સ્કૂલના આચાર્યએ પણ વાલીઓને ફી ભરવા દબાણ કર્યું હતું. ફી ભર્યા છતાં બાળકનું એલ.સી રોકી રાખ્યું છે. વધારાની રૂ.૭૦૦ની ફી નહીં આપીએ ત્યાં સુધી એલ.સી નહીં આપે. સ્કૂલના આચાર્ય પણ ધમકી આપી રહ્યા છે. અમે લેખિતમાં ફી વધારો માંગી રહ્યા છે, પરંતુ તે આપતા નથી. અમે પૂરી ફી ભરી છે પરંતુ હવે વધારાના ૭૦૦ રૂપિયા માંગી રહ્યા છે. જાેકે મેં તો ફી પૂરી ભરી દીધી છે. અન્ય વાલીઓને પણ કહેવામાં આવી રહ્યું છે કે ૭૦૦ રૂપિયા નહીં આપો તો આગળના ધોરણમાં પ્રવેશ નહીં આપીએ. આ અંગે સ્કૂલના આચાર્યનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરાયો હતો પરંતુ તેમનો સંપર્ક થઇ શક્યો નહોતો.સરખેજમાં કેળવણી પ્રાથમિક શાળામાં ભણતા બાળકોની ફીમાં અચાનક સ્કૂલ દ્વારા વર્ષના અંતમાં ૭૦૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. સ્કૂલ દ્વારા ફી વધારીને વાલીઓ પાસેથી માંગવામાં આવી હતી. વધારાની ફી ના આપનારા વાલીના એલ.સી અને રીઝલ્ટ અટકાવાયા હતા, જેના પગલે વાલીઓએ સ્કુલમાં હોબાળો કર્યો હતો. વાલીઓના હોબાળા બાદ પણ સ્કૂલે પોતાનો ર્નિણય બદલ્યો નહોતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *