Gujarat

સાંવરકુડલામાં રૂ.૯૦,૦૦૦ ભરેલ થેલાની લુંટ કરનાર બે શખ્સોને એલસીબી એ ઝડપી પાડ્યા..

ઊનામાંથી બન્ને શખ્સોને પકડી રોકડ સહીત મુદામાલ કબ્જે કર્યો.

ઊના – ગીરસોમનાથ એલસીબી બ્રાન્ચના પ્રવિણભાઇ મોરી, રાજુભાઇ ગઢીયા, પ્રફુલભાઇ વાઢેર, સંદિપસિંહ ઝણકાટ તથા પેરોલ ફર્લો સ્કવોડના હેડ કોન્સ. જયરાજસિંહ ગોહિલને સંયુકત બાતમી આધારે ચોરી તેમજ લુંટના બે શંકાસ્પદ શખ્સો ઉના ગીરગઢડા રોડ, ઉપલા રહીમનગર જવાના રસ્તે બાઇક સાથે ઉભેલા હોય ત્યારે એલસીબીની ટીમે પહોચી ગયેલ અને આ શખ્સોને પકડી પાડેલ અને યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા હુસેનશા ઉર્ફે કાળુ સ. ઓ. સલીમશા અહેમદશા રફાઇ તેમજ રફીકશા ઉર્ફે ભુરો સ.ઓ. અકબરશા રહેમાનશા રફાઇ રહે. રહીમનગર આ બંન્નેએ આજથી પોણા પાંચેક મહીના પહેલા સારવકુંડલા જી.ઇ.બી. ઓફીસ નજીક રોડ ઉપરથી રાતના સમયે એક વૃધ્ધ માણસ એકટીવા લઇને જતા હતા. જેને રોકાવી તેની પાસે રહેલ રૂ.૯૦,૦૦૦ ભરેલ થેલો લુંટી લીધેલ હોવાનુ કબુલાત કરી હતી. અને બન્ને પાસેથી બાઇક GJ-11-DD-1204, મોબાઇલ ફોન, તેમજ રોકડ રકમ રૂ. ૬૦૦૦ સહીત કુલ રૂ.૧૬૫૦૦ નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *