Gujarat

સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળનાં પ્રતિનિધિ દ્વારા સાવરકુંડલા પ્રાંત અધિકારીશ્રી આર. આર. ગોહિલની ઝાલોદ ખાતે બદલી થતાં તેમનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ .. સાવરકુંડલા શહેરમાં એક બાહોશ અધિકારી તરીકેની તેમની કામગીરીને બિરદાવી તેમના ઉજ્જ્વળ ભવિષ્ય માટે કામના પણ કરી. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રતિનિધિઓ દ્વારા સાવરકુંડલાનાં પ્રાંત અધિકારી આર. આર ગોહિલ સાહેબની ગુજરાતના ઝાલોદ ખાતે બદલી થતાં તેને  શુભેચ્છા વિદાય આપી. તેમનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને તેમના ઉજ્જ્વળ ભવિષ્ય માટે કામના પણ કરી હતી. આમ ગણો તો સાવરકુંડલા શહેરમાં નાયબ કલેકટર તરીકે ખૂબ જ લોકપ્રિય અધિકારી તરીકે તોકતે વાવાઝોડા અને કોરોના કાળમાં ખૂબ જ સફળતાપૂર્વક કામગીરી બજાવી હતી. પોતે સાહિત્ય જગતમાં પણ ખાસ્સી લોકપ્રિયતા ધરાવે છે.. ટૂંકમાં એક બિનવિવાદાસ્પદ અધિકારી તરીકેની તેમની ઉજળી છાપ ધરાવતા આ અધિકારીની બદલી થતાં સાવરકુંડલા શહેરના લોકોમાં પણ નારાજગીનું વાતાવરણ જોવા મળ્યું હતું. આ તકે સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમેશભાઈ હીરાણી, ડો. રવીભાઈ મહેતા અને બિપીનભાઈ પાંધીએ તેમની આ લોકપ્રિય સેવાની નોંધ લઈને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું..

IMG-20220304-WA0043.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *