સાવરકુંડલા માનવ મંદિરે અદ્યતન ડાઇનિંગ હોલનું ખાતમુરત આજરોજ અમરેલીના પ્રખ્યાત અને સેવાભાવી ડોક્ટર ભરત કાનાબાર ના વરદ હસ્તે કરવામાં આવ્યું તેમજ અમરેલીના પ્રખ્યાત આર્કિટેક વનરાજભાઈ પટેલ ના વરદ હસ્તે પણ ખાતમુહૂર્ત કરાયું હતું આ પ્રસંગે રાજકોટના પ્રખ્યાત શાસ્ત્રી શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર કરી ખાતમુરત નો પ્રારંભ કર્યો હતો તેમજ માનવ મંદિરના ભક્તિ બાપુએ પણ મંત્રોચ્ચાર કરી શ્રીફળ વધેરી ખાતમુરત વિધિ નો પ્રારંભ કરાવ્યો હતો. તેમજ દીનું બાપુ અને પ્રવીણ બાપુ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા ઉપરાંત અમરેલી થી ડોક્ટર કાનાબાર સાથે દીપકભાઈ .રીતેશભાઈ અને ચેતનભાઇ પણ આ ખાતમુહૂર્ત કાર્યમાં સહભાગી બન્યા હતા ત્યારે માનવ મંદિર ના કાયમી સેવક એવા ભુરાભાઈ વાળા બળવંત મહેતા અને રહીમ બાપા એ પણ પાયા છાપવાની કામગીરીમાં અને અન્ય તૈયારીમાં ખાસ જહેમત ઉઠાવી હતી.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


