Gujarat

સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય પ્રતાપ દુધાતે યૂક્રેન રશિયાથી પરત ફરતાં વિદ્યાર્થીઓને સલામતરીતે ગુજરાત લાવવા માટે તથા તેના માટે થતો એરલાઇન્સનો ખર્ચ સહિત ભણતર ખર્ચ તથા ગુજરાતની મોટી યુનિવર્સિટીમાં એડમીશન અપાવવા ગુજરાત સરકારે તમામ જવાબદારી ઉપાડવા માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલને લેખીતમાં રજુઆત કરી.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય પ્રતાપ દુધાતે યૂક્રેન રશિયાથી પરત ફરતાં વિદ્યાર્થીઓને સલામતરીતે ગુજરાત લાવવા માટે સઘન પ્રયાસો કરવા વિનંતી કરી હતી. હાલ ગુજરાતનાં ત્યાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાં માયૂસીનો માહોલ જોવા મળે છે. ગુજરાતના તમામ વિદ્યાર્થીઓનો પરત લાવવા માટેનો એરલાઇન્સનો ખર્ચ, તેમજ વિદેશમાં અભ્યાસાર્થે થયેલો તમામ ખર્ચ વિદ્યાર્થીના ભવિષ્યના ભણતર માટે ગુજરાતની મોટી યુનિવર્સિટીમાં તાત્કાલિક ધોરણે તેને એડમિશન આપવામાં આવે અને તેમનો ખર્ચ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે એવી માંગણી સહ ભલામણ ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલને સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય પ્રતાપ દુધાતે કરી છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *