Gujarat

સાવરકુંડલા શહેરમાં સૈર કરવા કે હરવા ફરવા એક અદ્યતન બગીચો તો છે પણ સમાજ નવજાગરણ અને શૈક્ષણિક ઉત્કર્ષ માટે જરૂરી એવી વિદ્યાર્થીઓ માટે વાંચનાલય ક્યાં? અહીં દરબારગઢમાં એક અદ્યતન વાંચનાલય તંત્ર ધારે તો બની ન શકે?

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
આમ તો આનંદ પ્રમોદ માટે હરવા ફરવાનાં અનેક સ્થાનો હોય છે. લોકો સ્વૈરવિહાર કરવા માટે બાગ બગીચાનો આશરો પણ લેતાં હોય છે. કોઈ પણ દેશની શૈક્ષણિક સમૃદ્ધિ જોવી હોય તો તેની શાળા, મહાશાળાઓ ઉપરાંત વ્યક્તિ નિર્માણ માટે જેનું સૌથી વધુ યોગદાન હોય તો વાંચન માટે આવશ્યક વાતાવરણ અને આવું વાતાવરણ મોટેભાગે ઘરો કે ઓફિસમાં નહીં પરંતુ વાંચનાલયમાં જોવા મળે છે. આમ તો સાવરકુંડલા શહેરમાં શહેરનાં તેજસ્વી અને ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને સારી ખાનગી શાળાનો લાભ તો ખૂબ ઓછો મળતો હોય છે પરંતુ મનન અને વાંચન માટે અથવા વિવિધ પ્રકારની શૈક્ષણિક સામગ્રી મેળવવા માટે પણ ખૂબ મુશ્કેલી પડતી હોય છે. હા, માનવ જીવનમાં એક વખત સાનુકૂળ શૈક્ષણિક વાતાવરણ મળે તો લોકોમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાય છે અને જીવન જીવવાની એક સાચી દ્રષ્ટિ પણ કેળવાય છે. આ માટે જેમની પાસે જે તે વિષયના જ્ઞાનની માહિતી મેળવવાના પૂરતાં સંસાધનો નથી હોતા તેનો શૈક્ષણિક વિકાસ થંભી જતો પણ જોવા મળે છે.!!આજનાં ડીઝીટલ યુગમાં ઇન્ટરનેટના માધ્યમથી પણ ઓનલાઈન ઘણું જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. આ સંદર્ભે સાવરકુંડલા શહેરમાં એક સુવિધાસભર બગીચાની માફક એક અદ્યતન તમામ ડીઝીટલ સુવિધા સાથેની ચોવીસે કલાક ખુલ્લી રહેતી વાંચનાલયની પણ  આવશ્યકતા તો છે. આમ પણ જેમ જેમ સમાજ ખરાં અર્થમાં શિક્ષિત અને જાગૃત થતો જશે તેમ લોકોમાં રાજકીય પરિવકતા પણ પ્રબળ બનતી જશે. પછી ચૂંટણી સમયે ક્ષુલ્લક મુદ્દાઓ નહીં પરંતુ દેશનાં વિકાસ માટે શું આવશ્યક છે તેની જ ચર્ચાને અગ્રતા આપવામાં આવશે. તો સાવરકુંડલા શહેરમાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ માટે એક અદ્યતન ડીઝીટલ અને ફીઝીકલ રાઉન્ડ ધી ક્લોઝ ખુલી રહેતી વાંચનાલય નિર્માણ થાય તે જરૂરી છે. આમ તો તંત્ર જાહેર સેવાઓ માટે પ્રતિબદ્ધ હોય છે તો એક વિશાળ સુવિધાયુક્ત વાંચનાલયની આવશ્યકતા છે જેમાં વાંચન કરીને સાવરકુંડલા શહેરનું બુધ્ધિધન એક નવી દિશા પ્રાપ્ત કરી શકે અને આવી રીતે સાવરકુંડલા શહેર દેશને અનેક પ્રબુદ્ધ નાગરિકોની ભેટ પણ આપી શકે.. આમ પણ જે લોકોને નાનું મકાન હોય અને બાળકો અભ્યાસમાં તેજસ્વી હોય તેને આવી સુવિધાસભર વાંચનાલયની સગવડ મળી જાય તો આવાં તેજસ્વી વિદ્યાર્થીઓ દેશનાં નવનિર્માણમાં પણ અગત્યનો અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે ખરાં…આમ તો સાવરકુંડલા શહેરમાં દરબારગઢ ખાતે નગરપાલિકાની જૂની બિલ્ડીંગનું નવનિર્માણ કરીને અહીં પણ ચાર કે પાંચ માળની તમામ સુવિધાઓથી યુક્ત વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે ચોવીસે કલાક ખુલ્લી રહેતી એક વાંચનાલય બની શકે ખરી. જો નગરપાલિકાની ઈમારત નવનિર્મિત થતી હોય તો વાંચનાલય કેમ નહીં?  પછી આ સામાજિક દાયિત્વની ભાવના પણ બળવતર થશે.. અને પુષ્પા જેવી ફિલ્મોનાં સંવાદની જેમ આપણું સમગ્ર વિદ્યાર્થીજગત “ઝૂકને નહીં દૂંગા” એવા અભિયાન સાથે શૈક્ષણિક ક્ષેત્રે સમગ્ર વિશ્ર્વમાં અવનવા આયામો સર્જી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *