Gujarat

સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર આવેલા માનવમંદિરના સંત પૂ. ભક્તિરામબાપુની અનોખી કહાની. કથાકાર તરીકે વિરામ પણ માનવસેવાની ભાવના સાથે અને પુનઃ પ્રારંભ પણ માનવસેવાની ભાવના સાથે.. માનવસેવાનાં પ્રખર હિમાયતી એવાં પૂ. ભક્તિરામબાપુએ માનવમંદિરના કાયમી નિભાવ  વ્યવસ્થા કાજે પરમાર્થના કાર્યો માટે કથાકાર તરીકે પુનઃ મંગલ પ્રારંભ કરશે.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા માનવમંદિરના પૂજ્ય ભક્તિબાપુએ ઘણા વર્ષો સુધી કથા ક્ષેત્રે મોટી નામના મેળવેલ. છેલ્લા દસ વર્ષથી કથાને વિરામ આપી માનવ સેવાયજ્ઞ શરુ કરેલ. માનવમંદિર ના સ્થાપક પૂજય ભક્તિરામબાપુના આશ્રમમાં ૫૬  મનોરોગી ( હરિ ના બાળકો) બહેનોને નિભાવવામાં આવે છે. અસ્તિત્વની કૃપાથી માનવમંદિરમાં કયારેય કાંય ઘટ્યું નથી. ખુબ સારી રીતે આશ્રમ ચાલી રહ્યો છે.આ વ્યવસ્થા કાયમી આવીને આવી રહે તેવી શુધ્ધ ભાવનાથી પૂજય ભક્તિરામબાપુ કથાક્ષેત્રે પુન: પ્રવેશ કરવાનું વિચાર્યુ. જેના વિચારથી રાજકોટના મવડી ગામ ખાતે થી ધીરૂભાઈ સોરઠીયા અને સુરેશભાઈ સોરઠીયા અજાણી પરિવાર દ્રારા આમંત્રણ મળતાં પ. પૂ. ભક્તિરામબાપુએ કથાનુ મુહૂર્ત આપેલ..તા. ૧૦/૪/૨૩થી ૧૭/૪/૨૩ મવડી ખાતે પૂજ્ય ભક્તિરામબાપુ કથા રસપાન કરાવશે.

IMG-20221222-WA0045.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *