Gujarat

સાવરકુંડલા શહેરમા આજરોજ સવારે આઠ વાગ્યાથી જીઈબી દ્વારા વિદ્યુત સંબંધિત કામગીરી કરવા માટે વીજ પુરવઠો બંધ કરાતાં લોકો ગરમીમાં અકળાઈ ઉઠયા હતા. વિદ્યુત વગર માનવજીવન વામણું છે એ પુરવાર થયું. આટલા લાંબા સમયનો કાપ એ વાયબ્રન્ટ ગુજરાતના નારા વચ્ચે વ્યાજબી કહેવાય ખરો? એક તો મિશ્ર ઋતુનો માહોલ એમાં પણ આ વીજકાપ…!! દિવાળીના દિવસો પણ નજીક છે. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
છેલ્લા બે દિવસથી વાતાવરણમાં બદલાવ આવ્યો આજે તો સવારથી પ્રખર સૂર્યતાપ વચ્ચે કાળા તડકામાં લોકો ગરમીમાં અકળાઈ ઉઠયા. આજ સવારથી જ શહેરમા આઠ વાગ્યથી જ વીજ બોર્ડ દ્વારા વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. જો કે આ સંદર્ભે અગાઉ લોકોને વિદ્યુત સમારકામ અંતર્ગત આજે સવારે આઠથી સાંજના છ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે તેની આગોતરી જાણ પણ વર્તમાન પત્રોમાં જાહેરાત પ્રસિધ્ધ  કરવામાં આવી હતી. જો કે હાથસણી રોડ વિસ્તારમાં આજે પોણા ત્રણ આસપાસ વીજ પુરવઠો પુનઃ ચાલુ થવાથી આ વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. એક વાત તો આજે સ્પષ્ટ થઈ કે વિદ્યુત એ હવે માનવ જીવનનું અનિવાર્ય અંગ બની ચૂક્યું છે. માનવજીવનની બહોળા પ્રમાણમાં વિદ્યુત વપરાશને લઈને ભવિષ્યમાં વિદ્યુત ઉત્પાદન માટે પણ સોલાર એનર્જી સહિત અન્ય સંસાધનોના ઉપયોગ દ્વારા હવે વ્યાપક પ્રમાણમાં વીજ ઉત્પાદન કરવું પડશે. એ સંદર્ભે વ્યાપક સંશોધન પણ જરૂરી છે. વિદ્યુત પૂરવઠો બંધ હોવાના કારણે ખાસકરીને નાના બાળકો, વૃદ્ધો અને બ્લડ પ્રેશરથી પીડાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *