Gujarat

સુરતથી સૌરાષ્ટ્ર વચ્ચે બે મહિનામાં ૪ હજારથી વધુ લોકોએ હવાઈ સફર કરી

સુરત
ગુજરાત સરકાર અને નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા હવાઈ સેવાનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. લોકોને આકાશી સફરનો આનંદ સસ્તામાં મળી રહે તે માટે રાજ્ય સરકારના મંત્રી પુર્ણેશભાઈ મોદી દ્વારા પ્રયાસો વધારવામાં આવ્યાં છે. ગુજરાત સરકાર અને સુરતની એરલાઈન વેન્ચુરા એરકનેક્ટ દ્વારા રોજીંદી હવાઈ સેવાને બે મહિના થયા છે. ૨૦૨૨માં શરૂ થયેલી સેવા સુરતથી અમદાવાદ, સુરતથી રાજકોટ, સુરતથી અમરેલી અને સુરતથી ભાવનગર માટે ચાલુ કરવામાં આવી છે. પ્રથમ બે જ મહિનામાં વેન્ચુરા એરકનેક્ટના વિમાનોમાં ૪૦૦૦થી વધુ નાગરિકોએ લાભ લીધો છે. વેન્ચુરાના વિમાનોમાં મોટા વિમાનો કરતા અલગ અનુભવ થાય છે. લોકો પોતાની સાથે પાઈલોટને વિમાન ચલાવતા જાેઈ એક વિશિષ્ટ પ્રકારનો આનંદ અનુભવે છે. આ વિમાનોમાં દરેક મુસાફરને વિન્ડોસીટ માટે કોઈ વધારાના પૈસા ચુકવવો પડતો નથી. જેથી લોકો ઘણા સંતુષ્ટ જાેવા મળે છે. આ વિમાન સેવા માટે માર્ચથી દરેક શહેરો માટેનો ચાર્જ ૨૨૨૨/- રૂપિયા પ્રતિ વ્યક્તિ રાખવામાં આવ્યો છે. વેન્ચુરાના વિમાનમાં વૃધ્ધો, બાળકો, અને સામાન્ય વર્ગના યુવાનો જેને વિમાનમાં ક્યારેય મુસાફરી નથી કરી તેવા લોકોએ પણ નજીવા દરે હવાઈ મુસાફરીનો આનંદ લીધો છે. હાલ ગુજરાતની જનતા ગુજરાત સરકારના આ ર્નિણયથી પ્રસન્ન છે.સાથે સાથે ગુજરાતની જનતા દ્વારા આ ૯ સીટવાળા વિમાનોની સેવાને વધારવાની પણ માંગણીને ધ્યાને રાખવામાં આવી છે. ઉડ્ડયન મંત્રી પુર્ણેશભાઈ મોદીએ સુરત–અમદાવાદ, માટે દૈનિક ૨ ફ્લાઈટ ચલાવવાનો ર્નિણય લીધો છે. સાથે અન્ય શહેરો માટે વિમાન સેવામાં વધારાનો ર્નિણય હાલ વિચારાધીન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *