સુરત
સુરત ડ્રિમ સિટી પ્રોજેકટ ડેવલપમેન્ટ માટે બનાવવામાં આવેલી ખજાેડ અર્બન દેવોલ્પમેન્ટ ઓથોરીટ (ખુડા) દ્વારા ડ્રાફ્ટ ડીપી પ્લાન- ૨૦૩૯ જાહેર કરી વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા છે. સાથે સાથે ખૂડાએ ટીપીએક્ટ ૧૯૭૪ની કલમ ૨૦ મુજબ એરપોર્ટના રિઝર્વેશન માટે ૧૦૮૧૬૩૧૨ ચો.મી. જમીન માટે જંત્રીની કિંમત ૬૩૦૦ કરોડની કિંમત સંપાદિત જમીન માટે નક્કી છે. એની જાણ એરપોર્ટ ઓથોરિટીને કરત એરપોટ ઓથોરીટીને ગુજરાત સરકાર હસ્તક રહેલા સુરત એરપોર્ટનો તે સમયની રાજ્યની મોદી સરકારનો કરાર યાદ અપાવી વિજળી, પાણી,જમીન મફત આપવી પડી એની જાણ કરી છે ટીપી એક્ટની જાેગવાઈ મુજબ જમીન સંપાદનના ખર્ચનો ડ્રાફ્ટ પ્લાનમાં રજૂ કરવાનો હોય છે, જેમના માટે જમીન સંપાદિત થઈ રહી હોય તેને જમીનની કિંમત જણાવી પડતી હોય છે. એ વિના જમીન અસરગ્રસ્ત લોકો તેમના વાંધા સૂચનો સબમિટ કરી શકે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ૬૩૦૦ કરોડ જેટલી તોતિંગ રકમ ચુકવવાની કોઈ તૈયાર દર્શાવી નથી. એએઆઈ પાસે આટલી મોટી કિંમત ચૂકવવા ફંડ પણ નથી. ખુડાએ જે નકશો જાહેર કર્યો છે તેમાં ૬૦ ટકા જમીન એરપોર્ટના સંપાદન માટે દર્શાવાઇ છે. સફેદ રંગની મોટા ભાગની નકશાની જમીન એરપોર્ટ માટે રિઝર્વ દર્શાવાઇ છે. ૧૦૮૧૬૩૧૨ સ્કવેર મીટર જમીનમાં ભીમપોર, વાંટ, ગવીયર, આભવા અને સુલતાનબાદ ગામની સંપાદિત કરવામાં આવનાર છે. જમીન માલિકો ખેડૂત અને ડેવલોપર્સ પાસે આ જમીન ટીપીની ૬૦/૪૦ની કપાતમાં લઈ લેવાશે જેથી સરકારે ૨૦૧૩ના જમીન સંપાદન ધારા હેઠળ કરોડોનું વળતર ચૂકવવું ન પડે. જાેકે જેમની જમીન આખી જશે ત્યાં આ પ્રશ્ન ઉભો થશે. ખૂડાના સૂચિત વિકાસ નકશામાં આભવાથી કલ્પતરું અને અને ડ્રિમ સિટીને એરપોર્ટથી જાેડતો રોડ ૩૦૦ ફૂટનો દર્શાવવામાં આવ્યો છે. હયાત ૨૯૦૫ મીટરનો રનવે વિસ્તરણ સાથે ૩૮૧૦ મીટરનો અને તેને સમાંતર બીજાે સૂચિત રનવે પણ ૩૮૧૦ મીટરનો ગણી જમીન સંપાદનની પ્રપોઝલ એરપોર્ટ ઓથોરિટીએ મૂકી હતી. જે મંજુર રાખવામાં આવી છે. ઓથોરિટીએ ૩૯.૧૫ હેક્ટર જમીન ઝડપથી આપવા માંગ કરી છે. કુલ ૫ તબક્કે ૮૫૧.૪૯ હેક્ટર જમીનની માંગ કરી છે. જે ડ્રાફ્ટ ડીપીમાં ખુડાએ આમેજ કરી છે.


