Gujarat

સુરતમાં ૮મા માળે ફસાયેલ શ્વાનને ક્રેઈન દ્વારા રેસ્ક્યુ કરાયું

સુરત
સુરતમાં એક શ્વાન પ્રેમી મહિલાએ ફાયરની હાઇડ્રોલિક ક્રેઇનમાં ૮૦ ફૂટ ઉપર પહોંચી જર્જરીત સરગમ શોપિંગ સેન્ટરના આઠમા માળે ફસાયેલા એક શ્વાનને બચાવી લઈ સરાહનીય કામગીરીનું ઉદાહરણ આપ્યું છે. ફાયરના જવાનોએ કહ્યું હતું કે, શ્વાન લગભગ ૪ દિવસથી ફસાયેલું હોવું જાેઈએ. એટલું જ નહીં પણ ખાધા-પીધા વગર ઝઝૂમી રહેલા શ્વાનના કલ્પાંતની શ્વાનપ્રેમી મહિલાને જાણ થતા જ તેણીએ ફાયરની મદદ માગી હતી. શ્વાનને આજે આઠમા માળેથી હાઇડ્રોલિક ક્રેઇનથી નીચે ઉતારી રેશ્માબેન પ્રજાપતિ એમની સાથે લઈ ગયા છે. રેશ્માબેને કહ્યું હતું કે, ૬૦ શ્વાનમાંથી એક ગૂમ શ્વાનને ચાર દિવસથી શોધી રહી હતી. જાેકે રાત્રે છોટુ(શ્વાન)ને શોધવા ગલીઓમાં અવાજ મારતા ૮ માળેથી એને રિપ્લાય આપી ફસાયું હોવાનું સિગ્નલ આપ્યું હતું. કોમ્પ્લેક્સના દાદર જર્જરીત હાલતમાં હોવાથી આજે સવારે ફાયરની મદદ લેવી પડી હતી. લગભગ સાત વર્ષથી રખડતા અને અનાથ શ્વાનને પાળવાની સાથે તમામ જવાબદારીઓ ઉપાડી રહ્યા છે. ઠેર ઠેર અનેક શ્વાનને જમવાનું આપવાનું રેગ્યુલર કામ કરી રહ્યા છે. આજે મારા ઘરે ૫૦-૭૦ શ્વાન આશ્રય લઈ રહ્યા છે. જે પૈકીનું એક શ્વાન ૪ દિવસથી ગૂમ હતું. જેને શોધવાના તમામ પ્રયાસ કર્યા હતા. જાેકે મળ્યું ન હતું. છોટુ(શ્વાન)ને ૬ ભાઈ-બહેન હતા. તમામ મૃત્યુ પામ્યા બાદ માતા સાથે મારા ઘરમાં રહેતો હતો. તમામ પકારની દવા કરાવ્યા બાદ એને બચાવવામાં સફળ થઈ છું. આજે છોટુ ૧૨ મહિનાનો છે. એની માતા સાથે જ રહે છે. અચાનક મને ભાસ થયો અને હું મારા ગૂમ શ્વાનને એના નામ એટલે છોટુની બૂમ સાથે શોધવા નીકળી હતી. એવામાં સરગમ શોપિંગ સેન્ટરના આઠમા માળેથી શ્વાને મારો અવાજ સાંભળી મને રિપ્લાય આપ્યો ને તરત જ ખબર પડી ગઈ કે, મારો છોટુ ઉપર ફસાયેલો છે. ઘણા પ્રયાસ કર્યા પણ આઠમા માળે જર્જરિત દાદરને લઈ જઈ શક્યા ન હતા. એટલે આજે સવારે ફાયરની મદદ માગી હતી. ફાયરના જવાનો પર ડોગ એટેક ન કરે એટલે અને મારાથી પરિચિત હોવાને કારણે મારે ફાયરની હાઇડ્રોલિક ક્રેઇનમાં બેસી લગભગ ૮૦-૯૦ ફૂટ ઉપર જવું પડ્યું હતું. એટલું જ નહીં જવાનોને દૂર રાખી છોટુને નજીક બોલાવ્યો હતો. પાણી અને જમાડી એને પકડી એટલે કે, હાથમાં ઉપાડી નીચે લઈ આવ્યા હતા. હું ફાયરના જવાનોની આભારી રહીશ જેમણે મારા છોટુને બચાવવામાં ઘણી મદદ કરી.

Rescued-by-hydraulic-crane-from-80-feet-high.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *