Gujarat

સે. ૨૯ના અર્બન હેલ્થ સેન્ટરથી પ્રિકોશન ડોઝનો મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો

ગાંધીનગર
મુખ્યમંત્રીએ ગાંધીનગર મહાનગરપાલિકાના રસીકરણ કેન્દ્રની મુલાકાત દરમિયાન આરોગ્ય કર્મીઓ અને વેક્સિન લેનારાઓ સાથે વાતચીત કરીને પ્રોત્સાહિત કર્યા હતા. આ અવસરે ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, આરોગ્ય વિભાગના કાર્યકારી અગ્ર સચિવ મુકેશ કુમાર, ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલ તેમજ આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, મહાનગર પાલિકાના પદાધિકારીઓ વગેરે પણ જાેડાયા હતા.રાજ્યમાં ફ્રન્ટ લાઈન વર્કર્સ, હેલ્થ વર્કર્સ તથા ૬૦ વર્ષથી વધુની આયુના અને અન્ય બીમારી ધરાવતા વયસ્કોને કોરોના વેક્સિનનો પ્રિકોશન ડોઝ આપવાનો સોમવાર ૧૦મી જાન્યુઆરીથી પ્રારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરથી કરાવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફ્રન્ટ લાઈન વર્કર્સ અને વરિષ્ઠ નાગરિકોને કોરોના વેક્સિનના પ્રિકોશન ડોઝ આપવાના આ પ્રારંભ પ્રસંગે ગાંધીનગર મહાનગર પાલિકાના સેકટર-૨૯ ના અર્બન હેલ્થ સેન્ટર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર રાજ્યમાં આવા પ્રિકોશન ડોઝ માટે પાત્રતા ધરાવતા અંદાજે ૯ લાખ લોકોને આજે પ્રથમ દિવસે રાજ્યભરના ૩૫૦૦ રસીકરણ કેન્દ્રો પરથી અંદાજે ૧૭હજારથી વધુ આરોગ્ય કર્મીઓ આ ડોઝ આપવાના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *