Gujarat

વડોદરામાં ભાજપના મહિલા કાઉન્સિલર વિરૂદ્ધ ફૂટના વેપારીઓએ સૂત્રોચ્ચારો કર્યા

વડોદરા
વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ પાછળ ૯૦ જેટલા નાના-મોટા ફ્રૂટના વેપારીઓ દુકાનો-ગોડાઉનો રાખી વેપાર કરે છે. તાજેતરમાં કોર્પોરેશન દ્વારા દુકાનોની બહાર ફ્રૂટ રાખવામાં આવેલા કેરેટો જપ્ત કરી દબાણો દૂર કરવામાં આવતા વેપારીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્‌યો હતો. આ દબાણો દૂર કરવા પાછળ ભાજપના મહિલા કાઉન્સિલરનો હાથ હોવાના આક્ષેપ સાથે વેપારીઓ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે તમામ વેપારીઓએ સ્વૈચ્છિક બંધ પાડી તંત્ર અને કાઉન્સિલર સામે રોષ ઠાલવ્યો હતો. મોટી સંખ્યામાં વેપારીઓ વી વોન્ટ જસ્ટીસના પ્લે કાર્ડ સાથે જાેડાયા હતા અને ભાજપના મહિલા કાઉન્સિલર જાગૃતિબહેન કાકા વિરૂદ્ધ સૂત્રોચ્ચારો કર્યાં હતા. સિંધી સમાજના અગ્રણી અને ભાજપના સંગઠન મંત્રી કોમલ કુકરેજાએ જણાવ્યું હતું કે, કેટલાક વેપારીઓ દ્વારા સિંધી વેપારીઓ દ્વારા હુમલા કરવામાં આવ્યા છે. સમગ્ર વડોદરા દ્વારા ફ્રૂટના વેપારીઓ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. સિંધી વેપારીઓનો ધંધો ઠપ થઇ જાય તે માટે પથારા-લારીઓવાળાઓને પ્રોત્સાહન આપીને ભાજપના મહિલા કાઉન્સિલર જાગૃતિબહેન કાકા દ્વારા ગંદી રીતે રાજકારણ રમવામાં આવી રહ્યું છે. પરંતુ, અમારો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. વેપારીઓ દ્વારા મુકવામાં આવેલા આક્ષેપ અંગે ભાજપના મહિલા કાઉન્સિલર જાગૃતિબહેન કાકાએ જણાવ્યું હતું કે, વેપારીઓએ બંધનું એલાન આપ્યું છે. અમે આપ્યું નથી. મારી સાથે મારા વોર્ડના કાઉન્સિલરો ધર્મેશ પટણી, જ્યોતિબહેન પટેલ, સંગઠન પ્રમુખ નલિન પોથીવાલા, મહામંત્રી મનિષભાઇ વાઘ અને મનિષભાઇ પટેલ કામગીરીમાં સાથે હતા. પરંતુ, વેપારીઓ દ્વારા કેમ વ્યક્તિગત નિશાન બનાવવામાં આવે છે. તેની મને ખબર નથી.છેલ્લા એક સપ્તાહથી ખંડેરાવ માર્કેટના ફ્રૂટના વેપારીઓના રોડ ઉપરના દબાણ દૂર કરવાના મુદ્દે રાજકારણ ગરમાયું છે. ભાજપના મહિલા કાઉન્સિલર અને ભાજપના મહિલા સંગઠન મંત્રી વચ્ચે દબાણો દૂર કરવા અને દબાણો દૂર ન કરવા બાબતે વિવાદ ચાલી રહ્યો છે. વેપારીઓએ કાઉન્સિલર દ્વારા દૂર કરાવવામાં આવેલા દબાણોના વિરોધમાં આજે પોતાની દુકાનો જડબેસલાક બંધ પાળી વિરોધ વ્યક્ત કર્યો હતો. વી વોન્ટ જસ્ટીસના પ્લેકાર્ડ સાથે વેપારીઓએ કાઉન્સિલર વિરૂદ્ધ સૂત્રોચ્ચારો કર્યાં હતા. વેપારીઓએ ખોટી રીતે હેરાનગતિ ન કરવાની માંગ સાથે મેયર, કલેક્ટર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવનાર છે. ખંડેરાવ ફ્રૂટ માર્કેટ એસોસિએશનના સેક્રેટરી દિપક આહુજાએ જણાવ્યું કે, ફ્રૂટ વેપારીઓનો ૫૦ ટકા ધંધો ઓછો થઇ ગયો છે. રોડના ફ્રૂટના વેપારીઓનો માલસામાન કોર્પોરેશન દ્વારા દબાણોના નામે લઇ ગયા છે. વોટ બેંકને ધ્યાનમાં લઇ મહિલા કાઉન્સિલરે વેપારીઓને ધમકાવવા અને વેપારીઓ બહારથી ધંધો કરવા આવે છે. જેના કારણે ટ્રાફિક સમસ્ય સર્જાઇ છે. તેમ જણાવી દબાણો દૂર કરવામાં આવ્યા છે. જેના વિરોધમાં આજે ખંડેરાવ માર્કેટના ફ્રૂટના ૯૦ વેપારીઓ સહિત સમગ્ર શહેરના ફ્રૂટના વિવિધ વેપારી એસોસિએશન દ્વારા દુકાનો બંધ રાખી વિરોધ કરવામાં આવ્યો છે.

Fruits-Sellers.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *