ગીર સોમનાથ :-
21 જૂન ના રોજ દુનિયાભરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં યોગને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. માનવજીવન માટે યોગએ સંજીવની જડીબુટ્ટી સમાન છે. યોગ શરીરને સ્વસ્થ રાખે છે ત્યારે ભારતની આ યોગની સંસ્કૃતિને વિશ્વભર એ આવકારી છે.
ગિરગઢડા
ભરત ગંગદેવ.
ગીર સોમનાથમાં પણ વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કલેક્ટર સાહેબ તેમજ તેમજ અલગ-અલગ સંસ્થાઓ દ્વારા વિશ્વ યોગ દિવસની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી
જિલ્લા કલેકટર ગીર સોમનાથ ગોહિલ સાહેબ પદ્મ ભરતભૂષ્ણજી તથા ગીર સોમનાથ sp મનોહરસિંહ જાડેજા તેમજ રાજ્ય કક્ષાના મંત્રી દેવાભાઈ માલમ દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું
. વહેલી સવારે સોમનાથ મંદિરના ગ્રાઉન્ડ ખાતે ઉજવવામાં આવતા “માનવતા માટે યોગ”કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિકો તેમજ અન્ય પદાધિકારીઓ દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં યોગ સાધકો સોમનાથ મંદિરના ગ્રાઉન્ડ ખાતે હાજર રહ્યા હતા. “માનવતા માટે યોગ” કાર્યક્રમમાં દરેક વયના યોગ સાધકો તેમજ યોગથી પ્રેરણા મેળવે યુવકો અને અન્ય લોકો જોડાયા હતા. તેમજ યોગને જીવન શૈલીનો એક ભાગ બનાવવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી.
આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી દેવાભાઈ માલમ જિલ્લા પંચાયતના ગીર સોમનાથ ના પ્રમુખ તેમજ ગુજરાત ભાજપ મહામંત્રી જવાહરભાઈ ઠક્કર ગીર સોમનાથ ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર સિંહ ગોહિલ ગીર સોમનાથ એસપી સાહેબ જાડેજા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહી અને વિશ્વ યોગ માં ભાગ લીધો હતો


