કેવડીયા
સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરના આસપાસના વિસ્તારને “નો ડ્રોન ઝોન” તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ અંગે નર્મદા જિલ્લાના ઈન્ચાર્જ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે એક જાહેરનામું બહાર પાડ્યું છે. કેવડીયા વિસ્તારના નર્મદા માતાજીની મૂર્તિ, ન્યુ ગોરા બ્રીજ, મોખડી ડેમ સાઈટ તેમજ ડાઇક નં.૧ એરોડ્રામથી ડાઇક નં.૪, ટેન્ટ સીટીથી ભુમલીયા ઝીરો પોઇન્ટથી નર્મદા માતાજીની મૂર્તિ સુધીના સમગ્ર વિસ્તારને “નો ડ્રોન ઝોન” જાહેર કર્યો છે. નર્મદા જિલ્લાના ઇન્ચાર્જ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એલ.એમ.ડિંડોરે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૯૩(૧૯૯૪નો બીજાે અધિનિયમ) ની કલમ-૧૪૪ તથા આમુખ-૨ થી તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામાં દ્વારા નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા વિસ્તારના નર્મદા માતાજીની મૂર્તિ–ન્યુ ગોરા બ્રીજ–મોખડી ડેમ સાઈટ તેમજ ડાઇક નં.૧ એરોડ્રામથી ડાઇક નં.૪, ટેન્ટ સીટીથી ભુમલીયા ઝીરો પોઇન્ટથી નર્મદા માતાજીની મૂર્તિ સુધીના સમગ્ર વિસ્તારને “નો ડ્રોન ઝોન” જાહેર કર્યો છે. સદરહું વિસ્તારમાં રીમોટ કંન્ટ્રોલથી ચલાવવામાં આવતાં ડ્રોન ચલાવવાની/ઓપરેટ કરવાની મનાઇ હુકમ ફરમાવ્યો છે. આ જાહેરનામાની અમલવારી તા.૧૯/૦૩/૨૦૨૨થી તા.૨૭/૦૫/૨૦૨૨ સુધી રહેશે. અપવાદરૂપ કિસ્સામાં પોલીસ વિભાગ, સુરક્ષાબળો અને પોલીસ વિભાગ તરફથી મળેલી પરવાનગીના સંશાધનોને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ જાહેરનામાનો ભંગ કરનારા વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ–૧૮૮ની જાેગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનારા ઈસમો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઈન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનારા પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યાં છે.
