Gujarat

અંકલેશ્વર કોર્ટ ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો   જ્યુડિશિયલ સ્ટાફ, વકીલો અને કોર્ટના સ્ટાફે ચેકઅપ કરાવ્યું

અંકલેશ્વરની કોર્ટ ખાતે વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે તાલુકા કાનૂની સેવા સમિતિ અને વકીલ મંડળના સંયુક્ત ઉપક્રમે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જ્યુડિશિયલ સ્ટાફ, વકીલો અને કોર્ટના સ્ટાફે ચેકઅપ કરાવ્યું હતું.
અંકલેશ્વર તાલુકા કાનૂની સેવા સમિતિ અને વકીલ મંડળના ઉપક્રમે સનરાઈઝ હોસ્પિટલના સહયોગથી વર્લ્ડ હાર્ટ ડે નિમિતે કોર્ટ ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં સનરાઈઝ હોસ્પિટલના નિષ્ણાંત તબીબ અંકિત વકીલ દ્વારા ડાયાબિટીસ, બ્લડ પ્રેસર , પ્લસ રેટ તેમજ ઈસીજી ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કોર્ટનો જ્યુડિશિયલ સ્ટાફ વકીલ મંડળના સભ્યો સહિતના વકીલો તેમજ કોર્ટના સ્ટાફે ચેકઅપ કરાવ્યું હતું. આ પ્રસંગે એડિશનલ સેસન્સ જજ વી.જે .કલોત્રા, તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેન કુમારી કે.એસ, દોહરે, વકીલ મંડળના પ્રમુખ પ્રકાશ બેશનવાલા સહિતના વકીલો અને કોર્ટનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતોં.

IMG-20220930-WA0149.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *