ભરૂચ
અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાં નેશનલ હાઇવેને અડીને આવેલી યુપીએલ કંપનીના યુનિટ-૧માં ધડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી. જેને લઈ કંપનીમાં નાસભાગ મચી હતી. આગને પગલે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પાડ્યા હતા. કંપનીના સત્તાધીશોએ તાત્કાલિક અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગને આગની ઘટનાની જાણ કરતા ૮થી વધુ ફાયર ટેન્ડરો સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી ૩૦ મિનિટમાં આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ આગની ઘટનામાં કંપનીમાં કામ કરી રહેલા ૬ જેટલા કામદારોને ઈજાઓ પહોંચતા તેઓને ૧૦૮ સેવાની મદદ વડે જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાનીજાણ થતા જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ, પ્રાંત અધિકારી નૈતીકા પટેલ સહિતના અધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ઘાયલ કામદારોને ઉત્તમ સારવાર આપવામાં આવે તે માટે તબીબોની ટીમને કામે લગાડી છે. તબીબોના ડિસિઝન બાદ ગંભીર રીતે ઇજા પામનારા કામદારોને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં એરલિફ્ટ કરવાની તૈયારી બતાવી છે. આગની ઘટનાને પગલે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા યુનિટ ખાલી કરાવી દીધું હોવાની વિગત સાંપડી છે. આ આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહી થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે. યુનિટ-૧માં પ્રોસેસિંગની કામગીરી દરમિયાન બ્લાસ્ટ સાથે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.અંકલેશ્વરની જી.આઈ.ડી.સી.માં યુપીએલ યુનિટ-૧માં બ્લાસ્ટ સાથે આગ લાગી હતી. જેમાં ૬ જેટલા કામદારો દાઝી જતા તેઓને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યા બે કામદારોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. આ આગને પગલે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જાેવા મળ્યા હતા. આ આગની ઘટનાની જાણ ફાયરની ટીમને થતા ૮થી વધુ ફાયર ટેન્ડરો સ્થળ પર દોડી આવી ૩૦ મિનિટમાં આગ પર કાબુ મેળવ્યો હતો.


