અમરેલી
અમરેલી જિલ્લામા આવેલ પીપાવાવ પોર્ટનો જેટી માર્ગ સીધો દરિયા કાંઠે જાય છે તે માર્ગ પર ૪ સિંહો લટાર મારતા જાેવા મળ્યા હતા અને આ દ્રશ્યો મોબાઈલમાં કેદ થવાના કારણે વીડિયો સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થયો છે. જાેકે આ વિસ્તાર સિંહો માટે જાેખમી માનવામાં આવી રહ્યો છે. સિંહો શિકારની શોધમાં આંટાફેરા કરી રહ્યા છે પરંતુ દિવસે દિવસે સિંહો પોર્ટ વિસ્તારના જાેખમી માર્ગો ઉપર લટાર મારતા સુરક્ષાને લઈ વનવિભાગ માટે ચિંતાનો વિષય જાેવા મળી રહ્યો છે. જાેકે અહીં પીપાવાવ વિસ્તારમાં સિંહોનો વસવાટ ઘણા વર્ષો થી છે પરંતુ પોર્ટ ની જેટી માર્ગ પર સિંહની અવર જવર તે અતિ ચિંતાજનક માનવામાં આવે છે. આ પ્રકારના દ્રશ્યોને લઈ સિંહપ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતા જાેવા મળી રહી છે. રાજુલા રેન્જ સિંહો અને વન્યપ્રાણી માટે અતિ મહત્વની રેન્જ આવેલી છે. પરંતુ અહીં મુખ્ય અધિકારી આરએફઓની જગ્યા ખાલી હોવાને કારણે સિંહોના લોકેશન પણ વનવિભાગ પાસે રહેતા નથી. જેના કારણે સિંહો ગમે ત્યારે ગમે તે સ્થળે જાેવા મળે છે અને અધિકારીનું પેટ્રોલિંગ નહિ હોવાને કારણે ગમે ત્યારે અકસ્માત થવાની પણ એક દહેશત જાેવા મળી રહી છે.અમરેલી જિલ્લામાં વધુ એકવાર ચાર સિંહ હાઈવે પર આંટાફેરા કરતા જાેવા મળ્યા હતા. પીપાવાવ પોર્ટ નજીક સવારના સમયે ચાર સિંહ નીકળતા વાહનચાલકોએ સિંહની લટારના દ્રશ્યો મોબાઈલમાં કેદ કરી લીધા હતા. જિલ્લાના હાઈવે પર સિંહના અકસ્માતના બનાવ બનતા હોવા છતા સિંહ રસ્તાઓ પર આવી ચડતા સિંહની સુરક્ષા સામે સવાલો ઉઠ્યા છે.


