અમરેલી જિલ્લા પંચાયત માં આજરોજ સામાન્ય સભા ની બેઠક મળી આ સભા મા વિરોધ પક્ષ ના નેતાનું કહેવું છે કે જિલ્લા પંચાયત ના વિપક્ષ સહ સભ્યો ના જેટલા ગામડા છે તે ગામડાઓ સાથે અન્યાય કરવા માં આવ્યો છે
તે ગામડાઓ માં લાંબા સમય થી 1 પણ રૂપિયાની ગ્રાન્ટ આપવા મા આવી નથી અને અમારી સાથે અન્યાય થયો છે અન્યાય કરવા ની જે નીતિ છે સૌવ નો સાથ સૌનો વિકાસ કહીને સદસ્યો સાથે અન્યાય થયો છે
જો આવું જ કરવું તું અમારા સૂચનો માગવા નોતા અને વધુ માં કહ્યું કે અમે આપની સાથે ક્યારેય વિપક્ષ જેવું વર્તન કર્યું. નથી તો અમારી સાથે આવો કેમ અન્યાય કરવા માં આવે છે તેમ વિરોધ પક્ષ નું કહેવું છે જિલ્લા પંચાયત સભ્ય જે.ડી. કાછડ દ્વારા વિકાસ કમિશનર ને પણ લેખિત માં રજુઆત કરવામાં આવી છે આ મુદ્દો સામાન્ય સભામાં મૂકતા સામાન્ય સભા દ્વારા ખાત્રી આપવા મા આવી આપની સમસ્યા ને આવનારા નાણાં પંચ માં અન્યાય નહી થાય તેમાટે ની નાણાં પંચે ખાત્રી આપી છે મીડિયા સમક્ષ પ્રમુખ રેખાબેન મોવલિયા સામે ફરી આ મુદ્દો આવતા પ્રમુખ નું કહેવું છે કે આ મુદ્દો સામાન્ય સભા મા આવ્યો જ નથી અને ખોટી અફવા હોય તેવું કહેવું છે પંરતુ સામાન્ય સભામાં ઉપપ્રમુખ દ્વારા જ ખાત્રી આપવામાં આવી છે તો શું જિલ્લા પંચાયત ના પ્રમુખ સામાન્ય સભામાં મીઠી શિયાળાની નિદ્રા માં સુતા હોય તેવું લાગી રહ્યું છે જિલ્લા પંચાયત ના પ્રમુખ પાસે આ મુદ્દા ને લઈ ને કઈ જવાબ જ નહિ આ સામન્ય સભા મા પ્રમુખ ફક્ત શોભા ના ગાંઠિયા સમાન હોય તેવું સાબિત થયું.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

