શ્રી હિમકર સિંહ, પોલીસ અધિક્ષક, અમરેલી નાઓ દ્વારા અમરેલી જીલ્લામાં દારૂ-જુગારની બદ્દી દુર કરવા દારૂ-જુગારની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના પર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય. જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃતી કરતા ઇસમોને ઝડપી પાડવા માટે શ્રી જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક,અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી એમ.એ.મોરી, ઇન્ચા.પોલીસ સબ ઇન્સપેક્ટર અમરેલી રૂરલ પોલીસ નાઓએ પોલીસ સ્ટેશનની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ.
જે અંતર્ગત તા.૨૮/૦૭/૨૦૨૨ ના રોજ રાજસ્થળી ગામે પીરદાદાની દરગાહની સામેની શેરીમા સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમા અમુક ઇસમો પૈસા પાનાથી હારજીતનો જુગાર રમી રમાડી રોકડ રકમ રૂ.૧૦,૪૭૦/- તથા ગંજીપતાના પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/- મળી કુલ રકમ રૂ.૧૦,૪૭૦/- ના મુદામાલ સાથે પાંચ ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહિ કરી, અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમા જુગારઘારા તળે ગુન્હો રજી. કરાવી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અમરેલી રૂરલ પોલીસની ટીમ
આ કામગીરી અમરેલી રૂરલ પો.સ્ટે.ના અના એ.એસ.આઇ. હરેશસિંહ દાનસિંહ પરમાર તથા અના.એ.એસ.આઇ. જયરાજભાઇ કનુભાઇ વાળા તથા અના.પો.કો. વરજાંગભાઇ રામાઆતા મુળીયાસીયા તથા આ.પો.કો. જયદિપસિંહ મૈસુરસિંહ ઝાલા તથા આ.પો.કો. અતુલભાઇ કાળુભાઇ માટીયા તથા આ.પો.કો. મહેન્દ્રભાઇ પરશોતમભાઇ બારૈયા દ્વારા કરવામા આવેલ છે.
*આરોપીઓની વિગત*
(૧) નિલેશભાઇ ગોરધનભાઇ સેંજલીયા ઉ.વ.૪૦ ધંધો મજુરી રહે.અમરેલી, હનુમાનપરા, શેરી નં.૦૬ તા.જી.અમરેલી (૨) જયંતીભાઇ પાલજીભાઇ રાઠોડ ઉ.વ.૪૫ ધંધો.મજુરી રહે.રાજશ્થળી, વણકરવાસ તા.જી.અમરેલી (૩) મનસુખભાઇ સામતભાઇ પરમાર ઉ.વ.૫૦ ધંધો.મજુરી રહે.રાજસ્થળી,વણકરવાસ તા.જી.અમરેલી (૪) બીપીનભાઇ કાંતીભાઇ મકવાણા ઉ.વ.૨૪ ધંધો.હિરાઘસવાનો રહે.રાજશ્થળી, પ્લોટ વિસ્તાર, તા.જી.અમરેલી (૫) રાહુલભાઇ ધિરજલાલ સેંજળીયા ઉ.વ.૩૦ ધંધો.મજુરી રહે.અમરેલી, હનુમાનપરા, શેરી નં.૦૬ તા.જી.અમરેલી
રિપોર્ટ બાય ભાવેશ વાઘેલા

