Gujarat

અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં અપહરણ તથા પોક્સોના ગુન્હામાં નાસતા ફરતા આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢતી અમરેલી સીટી પોલીસ ટીમ

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબના માર્ગદર્શન મુજબ નાસતા-ફરતા આરોપીઓની માહિતી મેળવી પકડી પાડી તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી સીટી પો.સ્ટે.ના ઇ.ચા.પો.ઇન્સ.શ્રી એમ.એ.મોરી તથા અમરેલી સીટી પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમ દ્વારા અમરેલી સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૨૦૫૩૯/૨૦૨૨, IPC કલમ-૩૬૩,૩૬૬, તથા પોક્સો એક્ટ કલમ- ૧૮ મુજબના ગુન્હાના કામના આરોપીઓ તથા ભોગ બનનારને અમરેલી સીટી પો.સ્ટે. ખાતે લાવી આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરેલ છે.
*પકડાયેલ આરોપીઓ*
(૧)મેહુલભાઇ ઉર્ફે લાલો સ/ઓ દિનેશભાઇ છગનભાઇ જેઠવા ઉ.વ.૨૫, ધંધો.હિરા ઘસવાનો રહે. બીલડી બ્રાહ્મણ શેરી તા.મહુવા જી.ભાવનગર
(૨) અશ્વીનભાઇ ઉર્ફે લાલો સાઓ હિમ્મતભાઇ દેવજીભાઇ હીંગુ ઉ.વ.૨૭ ધંધો હિરા ઘસવાનો રહે નવા આગરીયા શંકર મંદીર વાળી શેરી તા.રાજુલા જી.અમરેલી
આમ પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબના માર્ગદર્શન મુજબ અમરેલી સીટી પો.સ્ટે.ના ઇ.ચા.પો.ઇન્સ.શ્રી એમ.એ.મોરી તથા અમરેલી સીટી પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવેલ છે.
રિપોર્ટ બાય ભાવેશ વાઘેલા અમરેલી

IMG_20220614_131353.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *