Gujarat

અમીરગઢમાં કોરોનાને અટકાવવા મામલતદાર કચેરીમાં બેઠક મળી

બનાશકાંઠા
રાજ્યમાં કોરોનાના કેસોમાં ફરી વધારો જાેવા મળ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે અમીરગઢ પંથકમાં કોરોનાના કેસમાં વધારો ન થાય તેની સાવચેતીના ભાગરૂપે મામલતદાર કચેરી ખાતે તાલુકાના ઉચ્ચ અધિકારીઓ સહિત ગ્રામજનો સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રાંત અધિકારી, ડી.વાય.એસ. પી, મામલતદાર અમીરગઢ, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર, અમીરગઢ પોલીસ સબ-ઇસ્પેક્ટર સાથે અમીરગઢના આગેવાનો ,વેપારી મંડળ જાેડાયા હતા. દરેક વ્યક્તિઓને માસ્ક પહેરવું અને આપણા સંપર્કમાં આવનારા તમામને માસ્ક પહેરવા સમજાવવું, ખોટી ભીડ ન થવા દેવી અને સોશિયલ ડિસ્ટન્ટ જાળવવું, સેનેટરાઈઝનો ઉપયોગ કરવો, વેક્સિનના બે ડોજ લેવા અને તેનું સર્ટી દુકાનમાં લગાવવું તેમજ ગ્રાહકોને વેક્સિન લેવા અપીલ કરવી સહિત સૂચનાઓ અપાઈ હતી.બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૪૦ને પાર પહોંચી છે. ત્યારે અમીરગઢ તાલુકાના ઉચ્ચ અધિકારીઓએ ગ્રામજનો વેપારીઓ સાથે બેઠક યોજી હતી અને કોરોનાના નિયમોનું પાલન કરવા સૂચન કરાયું છે.

Villagers-met-with-officials.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *