સુરત
સુરતના લાલગેટ વિસ્તારમાં લુખાતત્વોનો આંતક યથાવત હોવાનું સામે આવ્યું છે. લાલગેટ વિસ્તારમાં આવેલી જય ટ્રેડર્સની દુકાનમાં એક ટેમ્પો ચાલક કામ કરી રહ્યો છે. ગત રોજ ટેમ્પો અને રિક્ષા સામસામે આવતા રિક્ષા ચાલક દ્વારા ટેમ્પો ચાલક પર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો. બચવા માટે દુકાનમાં ઘૂસી ગયેલા ટેમ્પો ચાલકની પાછળ દોડી હુમલાખોર રિક્ષા ચાલકે ચપ્પુના પાંચથી છ ઘા મારી દીધા હતા. જેથી ટેમ્પો ચાલકને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ પોલીસે સીસીટીવી આધારે વધુ તપાસ હાથ ધરી છે.સુરતના લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લુખ્ખાતત્વોનો આતંક સામે આવ્યો છે. ટેમ્પો અને રિક્ષા સામસામે આવતા રિક્ષા ચાલક દ્વારા ટેમ્પો ચાલકને ચપ્પુના પાંચથી છ ઘા માર્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
