Gujarat

આઈ.ટી.આઈ. રાજુલામાં પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીશીપ ભરતી મેળો યોજાશ

 ગિરગઢડા

 ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ) અમરેલી દ્વારા આગામી તા.૧૧ જુલાઈ – ૨૦૨૨ના રોજ રાજુલા મુકામે ‘પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીશીપ’ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.  આ ભરતી મેળો રાજુલા આઈ.ટી.આઈ ખાતે તા.૧૧મીએ સવારે ૧૦.૩૦ વાગ્યાથી શરૂ થશે. આ ભરતી મેળામાં અમરેલીના અગ્રગણ્ય એકમો એપ્રેન્ટીશીપ માટે ઉપસ્થિત રહેશે. આ મેળામાં ઈલેક્ટ્રીશયન, વાયરમેન, મેકિનિક ડીઝલ, એમ.એમ.વી, વેલ્ડર, સર્વેયર, કારપેન્ટર, કોપા, એ.ઓ.સી.પી ટ્રેડ પાસ થયેલા તાલીમાર્થીઓભાગ લઈ શકશે. વધુ વિગત અને માહિતી માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થાનો સંપર્ક કરવો,  તેમ ઔદ્યોગિક તાલીમ સંસ્થા અમરેલીના આચાર્યશ્રી એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *