રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ રાજેશ ઝાલા ની સીઆર પાટીલ સાથે ગુપ્ત બેઠક બાદ આજે અચાનક તેઓએ કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને સંબોધી પોતાનું રાજીનામું ધરી દીધું છે તો મહેમદાવાદ નાં પુર્વ કૉંગ્રેસ ધારાસભ્ય ગૌતમ ચૌહાણે પણ પોતાનું રાજીનામું પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ને સંબોધી આપી દીધુ કૉંગ્રેસ પ્રમુખ રાજેશ ઝાલા પુર્વ કૉંગ્રેસ ધારાસભ્ય અને દિગ્ગજ નેતા મગનભાઈ ઝાલાના પૂત્ર છે જેઓ ને કપડવંજ નાં કૉંગ્રેસ ધારાસભ્ય કાળુભાઇ ડાભી સાથે મતભેદ નેં લઈ આગામી 2022ની ચૂંટણી ધ્યાને રાખીને ભાજપમાં જોડાવા અને ચૂંટણી લડવા રાજીનામું આપ્યું હોવાનું જણાઇ રહ્યું છે તો મહેમદાવાદ નાં પુર્વ કૉંગ્રેસ ધારાસભ્ય ગૌતમ ચૌહાણે પણ મહુધા કૉંગ્રેસ ધારાસભ્ય ની સાથે મતભેદ કારણે રાજીનામું આપ્યું હોવાનું જણાઇ રહ્યું છે બન્નેના રાજીનામા બાદ કોંગ્રેસના ગઢમાં આંતરિક ખેંચતાણ ચરમસીમાએ દેખાઇ રહી છે
તો રાજેશ ઝાલા એ પ્રાથમિક સભ્યપદ જિલ્લા. ૫. સભ્ય તરીકે પણ કોંગ્રેસ માંથી રાજીનામુ આપ્યું છે.
જ્યારે હજુ સુધી રાજેશભાઈ ઝાલા ના જણાવ્યા મુજબ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે કે નહી એ બાબતે તેમના સમર્થકો કહેશે એમ નિર્ણય કરીશું એ બાબતે તેઓ એ હજુ ચોક્કસ વાત કરી નથી પરંતુ હાલ એમણે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામુ આપ્યું છે.


