Gujarat

જેતપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં મેઘો અનરાધાર

રાજકોટ શહેર સહિત જિલ્લામાં ભારે વરસાદના આગમને લીધે જેતપુરમાં બે ઈંચ વરસાદ પડયો હતો.વીરપુર,કાગવડ,ખારચિયા, સરાધારપુર સહિતના ગ્રામ્ય પંથકમાં અવિરત મેઘમહેર યથાવત રહ્યો હતો.
તમેજ જેતપુર શહેરના મુખ્ય માર્કેટ એમ જી રોડ, કણકિયા પ્લોટ વિસ્તારના મુખ્ય રોડ પર પાણી ભરાયા હતા જેતપુર નવાગઢ નગરપાલિકાની પ્રીમન્સુનની કામગીરીની પોલ ખોલી હતી તેમજ મુખ્ય માર્કેટમાં પાણી ભરાતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો
શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે. જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તો  મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં વહેલી સવારે વાતાવરણમાં આવેલા પલટા બાદ ધોધમાર વરસાદ પડ્યો. વરસાદના કારણે  હરીપર,મેવાસા, ઉમરાળી સહિત ગ્રામ્ય વિસ્તારમાં સાંજ સુધીમાં 3:30 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો હતો ધોધમાર વરસાદના કારણે નદીના પાણી ગામ સુધી પહોંચ્યા હતાં જેથી મેવાસા,તેમજ ઉમરાળી ગામ પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું ઉપરાંત મેવાસા ગામના કોઝવે નાં પુલ ઉપર પાણી ફરી વળતા ગ્રામજનો સંપર્ક વિહોણા થયા હતા તેમજ વાહન વ્યવહાર ખોરવાયો હતો.
શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે. જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના સૌથી મોટા અને ગોંડલ જેતપુર તથા રાજકોટ તેમજ અન્ય ૬ જૂથોને પીવાનું પાણી પુરૂ પાડતા ભાદર -૧ ડેમમાં આજે ૪ કલાકે નવા નીરની આવક થવા પામી છે.
સૌરાષ્ટ્રના સૌથી મોટા જળાશય ભાદર ડેમ -૧ જેતપુર , રાજકોટ , સહિતના પંથકને પૂરું પાડતો જીવાદોરી સમાન ભાદર ડેમમાં ઉપરવાસ વરસાદના કારણે નવા નીરની આવક નોંધાઇ છે.ભાદર ડેમ ૧ માં નવા નીરના પ્રવાહ ૫૭૫૦ ક્યુસેક આવકના કારણે હાલ સપાટી ૩૪ ફૂટ માંથી ૧૮.૪૦ ફૂટે પહોંચી છે.

Screenshot_20220707-193907__01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *