Gujarat

આજે છોટાઉદેપુર ખાતે કેબિનેટ મંત્રી પ્રદિપભાઇ પરમારની  અધ્યક્ષતામાં સહાય વિતરણ અને લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાશે

આજે તા. ૦૯મી, જૂનના રોજ સવારે ૧૧:૦૦ કલાકે સ્વામીનારાયણ સત્સંગ હોલ, એસ.પી.ઓફિસની સામે, ઘેલવાંટ (છોટાઉદેપુર) ખાતે રાજયના સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગના કેબિનેટ મંત્રી પ્રદિપભાઇ પરમારની અધ્યક્ષતામાં કેન્દ્ર સરકારને આઠ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં કેન્દ્ર સરકારની આઠ વર્ષની ઉપલબ્ધિ, ગરીબ કલ્યાણ, સેવા-સુશાસન અંગેનો કાર્યક્રમ યોજાશે. જેમાં લાભાર્થીઓને સહાય વિતરણ અને લાભાર્થીઓ સાથે સંવાદ પણ મંત્રી દ્વારા કરવામાં આવશે.
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકારે કેન્દ્રમાં આઠ વર્ષ પૂર્ણ કરર્યા છે. વર્ષ ૨૦૧૪માં નરેન્દ્રભાઇ મોદી વડાપ્રધાન બન્યા હતા. તેમની સરકારે આઠ વર્ષ દરમિયાન હાંસલ કરેલી ઉપલબ્ધિઓ, ગરીબ કલ્યાણ માટે કરવામાં આવેલી કામગીરી અને સેવા-સુશાસનને લગતી કામગીરીને ઉજાગર કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
સામાજીક ન્યા અને અધિકારિતા મંત્રીની ઉપસ્થિતિમાં યોજાનારા આ કાર્યક્રમને અનુલક્ષીને અધિક નિવાસી કલેકટર ડી.કે.બારીઆની અધ્યક્ષતામાં તેમની ચેમ્બરમાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી હતી.
બેઠક દરમિયાન અધિક નિવાસી કલેકટર ડી.કે.બારીઆએ કાર્યક્રમને અનુલક્ષીને કરવાની થતી કામગીરી અંગે વિગતે જાણકારી આપી ઉપસ્થિત અધિકારીઓને તેમના ફાળે આવતી કામગીરી સમયમર્યાદામાં પુરી થાય એ જોવા માટે અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે કાર્યક્રમ સુપેરે પાર પડે એ માટે તમામ અધિકારીઓ પરસ્પર સંકલન કરી કામગીરી એવી અપેક્ષા પણ વ્યક્ત કરી હતી.
તેમણે કાર્યક્રમને અનુલક્ષીને લાભાર્થીઓ સમયસર કાર્યક્રમના સ્થળે પહોંચી જાય એ પ્રકારની વ્યવસ્થા થાય એ સુનિશ્ચિત કરવા તમામ અધિકારીઓને તાકીદ કરી હતી. આ ઉપરાંત કાર્યક્રમના સ્થળે બેઠક વ્યવસ્થા, કાર્યક્રમમાં આવનારા લાભાર્થીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા, કાર્યક્રમમાં લાભાર્થીઓને લઇને આવનારા વાહનો માટે પાર્કિંગની વ્યવસ્થા સહિતની વ્યવસ્થાઓ સમયમર્યાદામાં કરવા અંગે વિગતે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં પ્રયોજના વહીવટદાર વી.સી.ગામીત, પ્રાંત અધિકારી ઉમેશભાઇ શાહ, નાયબ કલેકટર સુશ્રી. આર.એન.કુશવાહ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ.આર.ચૌધરી, ખેતીવાડી અધિકારી કૃણાલભાઇ પટેલ, નાયબ બાગાયત નિયામક પરમાર, ડી.આર.ડી.એમાંથી કૃણાલભાઇ આહીર, ઇન્ચાર્જ શિક્ષણાધિકારી સુશ્રી. કે.બી.પાચાણી, અન્ય અધિકારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *