સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
આજરોજ સવારથી જ સાવરકુંડલા શહેરમાં સુસવાટા સાથે પવનનું જોર વધ્યું હતું. આમ તો આજરોજ સાંજના પાંચ કલાક આ લખાય છે ત્યાં સુધી તો પવનની ગતિ ઝટકા સાથે લગભગ પચાસ કિલોમીટરની ઝડપે ફૂંકાતી જોવા મળી હતી. સવારે થોડા સમય પુરતાં વાદળિયું વાતાવરણ થયું પરંતુ ત્યારબાદ આકાશ સ્વચ્છ જોવા મળ્યું હતું. આ જોરથી સુસવાટા સાથે ફૂંકાતાં પવન લોકોને તૌકતે વાવાઝોડાની યાદ તાજા કરાવતી હોય તેવું વાતાવરણ પ્રથમ દ્રષ્ટિએ લાગતું હતું. ઠંઠા પવના સુસવાટાથી સમગ્ર આકાશ ગુંજી રહ્યું હતું. જો કે કુદરતનો આભાર માનો કે આ સમય દરમિયાન માવઠું ન થવાથી ખેડૂતોને થોડે ઘણે અંશે રાહતનો શ્વાસ લીધો હતો. એકંદરે બદલતી હવામાનની પેટર્ન હવે લોકો માટે ચિંતાનો વિષય તો છે.

