Gujarat

.આજે સંખેડા ખાતે રૂા. ૩૫.૮૭ કરોડના  કામોનું ભૂમિપૂજન   તથા કવાંટ ખાતે નવનિર્મિત થનાર બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરાશે 

 આજે તા. ૨૦મી, મેના રોજ બપોરે ૦૩:૦૦ કલાકે સંખેડા ખાતે આવેલી ડી.બી.પારેખ હાઇસ્કૂલ ખાતે માર્ગ અને મકાન વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના વિવિધ રસ્તાઓને રૂા. ૩૫.૩૭ કરોડની અંદાજીત રકમથી નવીનીકરણ અને મજબુતીકરણના કામોનું ભૂમિપૂજન રાજયના માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશભાઇ મોદીના હસ્તે કરવામાં આવશે. આ ઉપરાંત સાંજે ૦૫:૦૦ કલાકે કવાંટ ખાતે નવનિર્મિત થનાર બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત પણ મંત્રી પૂર્ણેશભાઇ મોદીના હસ્તે કરવામાં આવશે.
 સંખેડા ખાતે યોજનારા ભૂમિપૂજન કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે રાજયના આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબિબી શિક્ષણ રાજયમંત્રી અને છોટાઉદેપુરના પ્રભારી મંત્રી  નિમિષાબેન સુથાર, છોટાઉદેપુરના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, સંખેડાના ધારાસભ્ય અભેસિંહભાઇ તડવીઅને સંખેડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઇ દેસાઇ ઉપસ્થિત રહેશે.
કવાંટ ખાતે યોજનારા નવનિર્મિત થનાર બસ્સટેશનના ખાતમૂર્હૂત કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે રાજયના આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબિબી શિક્ષણ રાજયમંત્રી અને છોટાઉદેપુરના પ્રભારી મંત્રી  નિમિષાબેન સુથાર, છોટાઉદેપુરના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલઅને તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી છાયાબેન વરસનભાઇ રાઠવા ઉપસ્થિત રહેશે એમ આયોજકો તરફથી જણાવાયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *